રાજલ બારોટની સગાઈમાં ઉમટી પડ્યા ગુજરાતી ગાયકો, કિંજલ દવે, ગીતાબેન રબારી, જીગ્નેશ કવિરાજે પણ આપી હાજરી, જુઓ તસવીરો

રાજલ બારોટની સગાઈની નવી તસવીરો આવી સામે, જુઓ  કોને કોને આપી હાજરી અને કેવો હતો સગાઈનો શાહી તામજામ..

Rajal barot sagai photo :ગત રોજ ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને સ્વ. ગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ સગાઈના બંધનમાં બંધાઈ ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો હતો, જેના બાદ ચાહકો પણ તેને શુભકામનાઓ પાઠવવા લાગ્યા. રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી છે, મિત્રો અને પરિવારની હાજરીમાં આ સગાઈનો પ્રસંગ 20 મેના રોજ યોજાયો હતો, જેમાં ઘણા બધા ગુજરાતી સિંગરોએ પણ હાજરી આપી હતી.

ત્યારે હાલ હવે આ સગાઈની નવી તસવીરો સામે આવી રહી છે. જેમાં રાજલ બારોટની સગાઈમાં ગાયિકા કિંજલ દવે, ગીતાબેન રબારી અને જીગ્નેશ કવિરાજ પણ જોવા મળી રહ્યા છે. તેમને રાજલ બારોટને સગાઈ માટે શુભકામનાઓ પાઠવી હતી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.

આ ઉપરાંત પણ રાજલ બારોટે સગાઈની ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં આ કપલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યું છે. તેમના પર સતત ફૂલોનો વરસાદ થતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પોતાની બહેનો સાથે રાજલ ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે સ્વ. મણીરાજના સંતાનોમાં ચાર દીકરીઓ હતી, તેમનો કોઈ દીકરો નહોતો. તેમના નિધન બાદ તેમની દીકરી રાજલ બારોટે પિતા તરીકેની જવાબદારી નિભાવી અને પોતાની ત્રણ બહેનોના ધામધૂમથી લગ્ન કર્યા.

રક્ષાબંધનનો તહેવાર પણ ચારેય બહેનો સાથે જ ઉજવતી હતી, પોતાની બહેન મેઘલના લગ્નમાં રાજલે પોતાના હાથે કન્યાદાન પણ કર્યું હતું અને ત્યારે તેમના કાર્યનો લોકોએ ખુબ જ પ્રસંશા પણ કરી હતી.

ગયા વર્ષે રાજલે પોતાની બીજી બંને બહેનોના લગ્ન ગાંધીનગરના એક ફાર્મ હાઉસની અંદર ખુબ જ ધામધૂમથી કરાવ્યા હતા. જેમાં ઘણા ગુજરાતી કલાકારો પણ હાજર રહ્યા.

ત્યારે પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા બાદ અને પોતાનો પિતૃધર્મ નિભાવ્યા બાદ હવે રાજલ પોતે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. હાલમાં જ રાજલે સગાઈ કરી છે, જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ  જ વાયરલ થઇ રહ્યા છે, આ તસવીરો અને વીડિયોમાં કપલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યું છે.

મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. રાજલનો જન્મ પાટણમાં થયો હતો અને ગાયિકી તેને વારસામાં જ મળી છે. તેને અત્યાર સુધીમાં 70થી પણ  વધુ ગીતો ગાયા છે અને રાજલના લાઈવ પ્રોગ્રામમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા હોય છે.

Niraj Patel