હાલમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ “ઝમકુડી” જોવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ અવશ્ય વાંચજો !

હાલમાંજ ૩૧ મેના રોજ એક ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી” રિલીઝ થઇ છે. આ ફિલ્મ હાલ ઘણા સિનેમાઘરોમાં લગભગ હાઉસફુલ જઈ  રહી છે . શું આ ફિલ્મ સારી છે ?  શું અમારા પૈસા વસુલ થશે કે નુકશાની જશે ? માત્ર ૨ મિનિટમાં જ અહીં વાંચી લો આ ફિલ્મનો સચોટ રીવ્યુ. તમને તમારા જવાબ મળી જશે!

ફિલ્મની વાર્તા:
ગુજરાતના એક ગામ પર આધારિત ઝમકુડીની વાર્તા..
કેવી રીતે 150 વર્ષ જૂનો શ્રાપ ગામવાળાને ગરબા કરતા રોકે છે અને તેની પાછળનું કારણ… એક અનોખી કહાની જે તમને તમારી સીટ પરથી ઉભા થવા નહિ દે..

અભિનય:
માનસી પારેખ, સંજય ગોરડિયા, ઓજસ રાવલ અને વિરાજ ઘેલાણી જેવા કલાકારોની એક્ટિંગ જોવા જેવી છે. ફિલ્મના અસલી સ્ટાર લાગે છે સંજય ગોરડિયા અને ઓજસ રાવલ. વિરાજ ઘેલાણીની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પરંતુ તેનો અદભુત અભિનય જોઈ ને લાગશે નહિ કે આ પ્રથમ ફિલ્મ કરી હોય. ફિલ્મમાં એક નાનો રોલ જયેશ મોરેનો પણ છે, જે ખુબ જ શાનદાર રીતે નિભાવ્યો છે.

મ્યુઝિક :
કાનને ગમે તેવા સંગીત સાથે, ફિલ્મનું સાઉન્ડટ્રેક તમારા દિલને સ્પર્શી જશે.
ફિલ્મનું ટાઇટલ સોન્ગ ફિલ્મના રિલીઝ પેહલાથી જ ટ્રેન્ડિંગમાં છે અને લાખો લોકોને ખુબ ગમ્યું છે. તે સિવાય ફિલ્મનું રોમાન્ટિક સોન્ગ ‘વાત છે’ અને ગરબો ‘જોગણી’ પણ ખુબ જ મધુર છે.

જબરદસ્ત દિર્ગદર્શન:
ડિયર ફાધર, વેન્ટિલેટર જેવી ફિલ્મ આપનાર ઉમંગ વ્યાસની દિગ્દર્શન શૈલી સરળ અને સ્પષ્ટ છે, જે વાર્તાને સહજ રીતે આગળ વધારે છે. ફિલ્મી ક્ષેત્રમાં પોતાના અનુભવનો નિચોડ આ ફિલ્મમાં આપ્યો છે અને એ ફિલ્મ જોતા સ્પષ્ટ તરી આવે છે..

કોમેડી અને હોરોરનું પરફેક્ટ બેલેન્સ :
કોમેડી અને હોરરનું સંતુલન એવું છે કે તમને આ ફિલ્મ હસાવશે સાથે તમારા હૃદયના ધબકારા પણ વધારશે. ફિલ્મના અંતમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ છે જે જોઈને તમને પણ દંગ રહી જશો. હોરર અને કોમેડીનો કોમ્બો પેક પૈસા વસુલ કરે છે.

અમદાવાદ ખાતે આ ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર શોનું આયોજન થયું, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ હાજર રહ્યા હતા અને સૌ એ સાથે મળી ને આ ફિલ્મ માણી હતી જેની તસવીરો આપ નીચે જોઈ શકો છો. ગુજ્જુરોકસ પણ આ ફિલ્મ માં સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલું હતું.

અમારી ટીમે આ ફિલ્મ જોઈ અને અમને ખરેખર ગમી. જો આપને હોરર-કોમેડી ફિલ્મ ગમતી હોય તો આ ફિલ્મ બેસ્ટ છે. ગુજ્જુરોક્સ તરફથી આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર રેટિંગ.

Parag Patidar