કિંજલ દવેના કલેક્શનમાં ઉમેરાઈ અધધધ લાખની ફોર્ચ્યુનર, પિતાને ગિફ્ટ મળતાજ ફોર્ચ્યુનર કારની તસવીરો શેર કરતા કહી દિલી જીતી લેનારી વાત.. જુઓ

દીકરી કિંજલ દવેની સફળતા પર પિતા લલિત દવેને થયું ગર્વ, નવી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારની તસવીરો શેર કરતા કહી દિલી જીતી લેનારી વાત.. જુઓ

kinjal dave new fortuner car  : ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાહકો તેની પર્સનલ લાઈફ પર પણ સતત નજર રાખતા હોય છે. ત્યારે કિંજલ પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતી અને તેના જીવન વિશેની તમામ અપડેટ પણ તેના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ગઈકાલે કિંજલ દવેએ ફાધર્સ ડેના આ ખાસ દિવસ પર તેના પિતાને એક મોંઘી દાટ લક્ઝુરિયસ કાર પણ ગિફ્ટ આપી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને ચાહકોએ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ પણ કરી હતી, ત્યારે હવે આ ભેટને લઈને કિંજલના પિતા લલિત દવેએ પણ એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે.

લલિત દવેએ તેમના સોશિયલ મીડિયા પર કારની તસવીરો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે, “જોકે જેણે જન્મ લઈને હૃદયની લાગણી ને પ્રેમ સિવાય ક્યારેય કોઈ વસ્તુની માંગણીયો કે પછી જીદ મારી જોડે નથી કરી પણ એક સમય જેમની નાની મોટી ખુશીયો અને સપના પુરા કરવા
હું સતત સમય સાથે જજુમતો રહ્યો જીવનમાં ખૂબ સંગ્રશ ને ઘણા પડકાર વચ્ચે 12 વરસની ઉંમરથી શરૂ થયેલી મારી એક જવાબદારીયો ભરેલી જિંદગી, ખેતી, હીરા, હોટલ, સિલાઈ કામ ને ઘણી બધી જગ્યાએ ભાગ્ય અજમાવ્યા બાદ

જેના જન્મથી જીવનમાં જાણે ટ્રેનિંગ પોઇન્ટ ચાલુ થયો હોય તેમ સંગીત મૂળ મારો શોખ ભજન સત્સંગ અને નાના મોટા કાર્યક્રમ કઈ મળે ના મળે બસ સ્ટેજ ઉપર બેસવા કે થોડું ગાવા મળે એમાં એની જીદ મારે આવવું એક ગીત ગાવા દો અને બસ સાયકલથી શરૂ થયેલી મારી ને કિંજલ ની આ સંગીતની સફરમાં મારી સાથે ખભેથી ખભો મિલાવીને સતત રાત દિવસ ઠંડી ગરમી વરસાદ ભણતરની સાથે ઉજાગરા જોયા વગર મારો સાથ આપ્યો અને

આજે વિશ્વ લેવલે તેનું તો ખરા પણ મારૂ ને મારા ગામનું નામ ગુંજતું કર્યું છે અને અત્યારે તેનો સાથ જવાબદારિયો ખૂબ ખંત સાથે નિભાવે છે એવો મારો દીકરો આકાશને મારી દીકરી મને ખબર નહોતી કે હું જેમની ઘણી નાની ઈચ્છાઓને પુરી નથી કરી શક્યો એ એક દિવસ મારી કોઈ ઈચ્છા અધુરી નહિ રહેવા દે ને મારી આટલી મોટી આશાઓ

આમ અચાનક સપ્રાઇજ આપીને પુરી કરશે ધન્ય છે મારા કાળજાના કટકા આજે મારી જોડે શબ્દો નથી કે મારી માં ચેહરનો અને તમારો બે નો આભાર કઈ રીતે વ્યક્ત કરૂં ખમ્મા મારા જીવ કિંજું ને આકુ. માં ચેહર તમારી બધી મનોકામના પુરી કરે એવી આશા પ્રાર્થના સાથે આશીર્વાદ મારા બે વાઘ જેવા લાડકા દીકરા love you જય ચેહર સરકાર જેસંગપુરા.

લલિત દવેની આ પોસ્ટ પણ હવે ખુબ જ વાયરલ થઇ રહી છે, સાથે જ લોકો કોમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. કિંજલ દવેએ તેના પિતાને બ્લેક રંગની શાનદાર લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર ભેટમાં આપી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel