આવી ગયું “ફક્ત પુરુષો માટે” ફિલ્મનું ટ્રેલર, અમિતાભ બચ્ચનનો જોવા મળ્યો સ્વેગ, અમદાવાદમાં યોજાઈ ભવ્ય ટ્રેલર લોન્ચની ઇવેન્ટ, જુઓ

“ફક્ત પુરુષો માટે”નું ટ્રેલર જ આટલું જબરદસ્ત છે તો ફિલ્મ કેવી ધમાકેદાર હશે ? તમે જોયું કે નહિ ? જુઓ ટ્રેલર લોન્ચિંગમાં કેવી રીતે સજી સીતારાઓથી મહેફિલ

Fakt Purusho Maate Trailer Launch : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેનૉક ફિલ્મ હિટ ફિલ્મો આપવા માટે જાણીતું છે, વર્ષ 2022માં ફક્ત મહિલાઓ માટે બાદ વર્ષ 2023માં “ત્રણ એક્કા” જેવી સુપરહિટ ફિલ્મો જેનૉક ફિલ્મ્સ દ્વારા આપવામાં આવી અને આ ફિલ્મો પણ ખુબ જ હિટ રહી. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની સાથે સાથે દર્શકોનું ભરપૂર મનોરંજન પણ કર્યું, ત્યારે હવે વર્ષ 2024માં જેનૉક ફિલ્મ્સ લઈને આવી રહ્યું છે “ફક્ત પુરુષો માટે”.

આ ફિલ્મની જ્યારથી જાહેરાત થઇ ત્યારથી જ ગુજરાતી દર્શકો આ ફિલ્મ જોવા માટે આતુર હતા, આ ફિલ્મ 23 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે, પરંતુ ગત શનિવારના રોજ અમદાવાદમાં એક ભવ્ય ઇવેન્ટમાં “ફક્ત પુરુષો” માટેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.

આ ટ્રેલર લોન્ચિંગ દરમિયાન ફિલ્મી જગતના ઘણા મોટા મોટા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. જેના બાદ આજે 30 જુલાઈના રોજ સોશિયલ મીડિયામાં પણ ઓફિશિયલ ટ્રેલર પોસ્ટ કરવામાં આવ્યું છે.

વૈશલ શાહ અને આનંદ પંડિત દ્વારા નિર્મિત અને જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લેખિત અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં યશ સોની, ઈશા કંસારા, મિત્ર ગઢવી, દર્શન જરીવાલા જેવા કલાકારો મુખ્ય ભુમિકામાં જોવા મળવાના છે.

આ ઉપરાંત જેમ “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કીમિયો કર્યો હતો તેમ જ “ફક્ત પુરુષો માટે” ફિલ્મમાં પણ તેમનો એક મહત્વપૂર્ણ રોલ જોવા મળવાનો છે.

ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકોનો ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ પણ વધી ગયો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ફિલ્મમાં તમામ કલાકારોના અભિનય સાથે ફિલ્મની કહાની પણ ખુબ જ રોમાંચક લાગે છે.

પેટ પકડીને હસવા જેવી કોમેડી સાથે સાથે પ્રેમ અને પારિવારિક સંબંધોની પણ ઉમદા વાત આ ફિલ્મમાં જોવા મળશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.  ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે લાગે છે દાદા પોતાના પૌત્રના લગ્ન તોડાવવા મૃત્યુ બાદ ભૂત બનીને પાછા આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

ત્યારે હવે દર્શકો પણ 23 ઓગસ્ટની રાહ જોઈને બેઠા છે, જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવે અને પરિવાર અને મિત્રો સાથે જોવા જવા મળે. ફિલ્મનું ટ્રેલર જ એટલું જબરદસ્ત છે તો ફિલ્મ પણ ધમાકેદાર હશે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Niraj Patel