સુરત : મેટ્રો બ્રિજની નબળી કામગીરી, તૂટ્યો સ્લેબ- 3 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ

વર્ષ 2027માં સુરતવાસીઓને મેટ્રોની ભેટ મળશે. ત્યારે ઉદ્ઘાટન પહેલા જ બ્રિજની નબળી કામગીરી સામે આવી. સુરતનાં સારોલી-કડોદરા જવાનાં માર્ગ પર બની રહેલ મેટ્રોનાં બ્રિજનાં સ્પાનનાં બે ફાટા પડી ગયા છે. આ દુર્ઘટનાં ત્યારે સર્જાઈ જ્યારે મેટ્રો બ્રિજ માટે પિલ્લર પર ઓવરહેડ ચડાવવા જતા ઓવરહેડ અચાનક નમી ગયો હતો.

ઓવરહેડની કામગીરીમાં સ્લેબ નમી ગયો અને અચાનક આ દુર્ઘટના સર્જાઇ જેને કારણે ત્રણ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કોઈ મોટી દુર્ઘટના ન બને એટલે વહીવટી તંત્ર દ્વારા સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો છે. સુરતનાં મેટ્રો પ્રોજેક્ટને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

આજે આ દુર્ઘટના સર્જાતા અને મોટી બેદરકારી સામે આવતા મેટ્રોની કામગીરી કરતી કંપની સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ફાયર ઓફિસરે આ મામલે જણાવ્યું હતુ કે, ભરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો તેને ઉતારી લેવામાં આવશે. આ રોડ બંધ કરવામાં આવશે, એ પડવાનો નથી.

Shah Jina