“તુ ચલ મૈં આયા”: 31 જુલાઈના ઈન્ડોઝી મુવી ઓસ્ટ્રેલિયાની યુટ્યુબ પર રિલીઝ થતી રોમેન્ટિક હિન્દી શોર્ટ ફિલ્મ

આજે આપણે વાત કરવાના છીએ એવા ગુજરાતી ફિલ્મ મેકર સાથે જે છે ફિલ્મોમાં ઓલરાઉન્ડર. જી હા આ છે એવોર્ડ વિનિંગ ફિલ્મના લેખક-દિગ્દર્શક જીતેન પુરોહિત (Jiten Purohit). એક સમય હતો જ્યારે બૉલિવુડમાં કે. બાપૈયા, સુષમા શિરોમણિ, દીપક શીવદાસાની અને સદાકત હુસેન જેવા દિગ્દર્શકોનું વર્ચસ્વ હતું.

લોકો તેમની બિગ સ્ટાર કાસ્ટ ફિલ્મો જોવા માટે રાહ જોઈને બેસી રહેતા. આવા મહાન ફિલ્મ મેકરોની છત્રછાયા હેઠળ તાલીમ પામેલા જીતેન પુરોહિતે માત્ર બૉલિવુડમાં જ નહીં, પરંતુ ઢોલિવુડમાં પણ પોતાની અનોખી છાપ છોડી છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ “દલડું ચોરાયું ધીરે ધીરે”ને ટ્રાન્સ મીડિયાના પ્રથમ એવૉર્ડમાં 11 નોમિનેશન અને 5 એવૉર્ડ મળ્યા હતા. તેમની લખેલી “મોટા ઘરની વહુ”ને ગુજરાત સરકાર તરફથી 9-9 એવૉર્ડથી નવાજવામાં આવી હતી અને કથા-પટકથા માટે જીતેન પુરોહિતને એવૉર્ડ મળ્યો હતો.

જીતેન પુરોહિત લેખક નિર્દેશક તરીકે તેમની નવી શોર્ટ ફિલ્મ “તું ચલ મેં આયા” સાથે આવી રહ્યા છે. તેમનું માનવું છે કે પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, પ્રેમ છે તો જીવન છે, પ્રેમ તો જન્મોજન્મનો.. તો આ ન્યુઝને લઈને વિગતવાર જાણવા માટે ગુજ્જુરોક્સની ટીમે જીતેન પુરોહિતનો સંપર્ક કર્યો હતો.

જીતેનજી એ જણાવ્યું કે, તમને ખબર છે કે લોકડાઉનને કારણે મારી Big Star Cast હિન્દી ફિલ્મ શરૂ નહોતી થઇ શકી, એ સમયે મિત્ર જયંતજીએ તેમની કંપનીમાં મદદ કરવા માટેનો આગ્રહ કર્યો અને હું તેમના 3-4 પરોકજેકટમાં સાથે રહ્યો. પરંતુ આ 4 વર્ષ દરમિયાન મારી અંદરનો લેખક-નિર્દેશક ગુંગળાતો હતો અને આજથી લગભગ 10 મહિના પહેલા મેં એમને પ્રેમથી કહ્યું કે હું મારા કામ પર ધ્યાન આપવા માંગુ છું.  બસ આજ રીતે હું 10-12 મહિનાથી કામ કાજ વગર મારી ફિલ્મો માટે પ્રયત્નો કરતો હતો. એ સમય  દરમિયાન કશ્યપ ચંડોકે જે લોકડાઉનમાં મારી બંધ રહેલી હિન્દી ફિલ્મમાં કાસ્ટિંગ ડાયરેક્ટર હતા, એમને મને શોર્ટ ફિલ્મની ઓફર કરી અને આ રીતે જન્મ થયો “તું ચલ મેં આયા”નો. મારી કંપની કૃષ્ણા પાર્થ સ્ટુડિયો કશ્યપની કંપની મેજીક બોર્ડની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ઈન્ડોઝી કંપની પણ આમાં જોડાઈ અને ત્રણેયના બેનર નીચે “તું ચલ મેં આયા” બની. આ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે અને ત્રણ પાત્રોની આસપાસ ફરે છે.

હું ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતો હતો અને હું 4 અલગ અલગ સબ્જેક્ટ પર કામ કરી રહ્યો છું. બે ફિલ્મોની બાઉન્સ સ્ક્રીપ્ટ તૈયાર છે. મારી કુળદેવી શ્રી વિહતના આશીર્વાદથી એક ફિલ્મની વાત મુંબઈની એક પ્રોડક્શન કંપની સાથે ચાલુ છે અને માતાજીની કૃપાથી નવેમ્બર ડિસેમ્બરમાં ફ્લોર પર જશે. મેં હિતુ કનોડિયા, આનંદી ત્રિપાઠી અને જયકા યાજ્ઞિક સાથે વાત પણ કરી લીધી છે અને તેઓ ત્રણેય આ ફિલ્મ કરવા તૈયાર પણ છે.

31 જુલાઈએ યુટ્યુબ પર રિલીઝ થનારી હિન્દી શોર્ટ ફિલ્મ ‘તુ ચલ મૈં આયા’: પ્રેમ અને નસીબની એક અદ્ભુત કહાની છે. આગામી 31 જુલાઈના રોજ, ફિલ્મ પ્રેમીઓને એક નવી અને રોમાંચક શોર્ટ ફિલ્મનો અનુભવ કરવાનો મોકો મળશે. ‘તુ ચલ મૈં આયા’ નામની આ હિન્દી શોર્ટ ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થવા જઈ રહી છે, જે પ્રેક્ષકોને પ્રેમ અને નસીબની એક અદ્ભુત કહાની માણવાનો અવસર આપશે.

આ ફિલ્મ નસીબની શક્તિને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે અને સાચા પ્રેમની તાકાતને દર્શાવે છે. કહાની એવી છે જે તમારા હૃદયને મોહિત કરશે અને તમને નસીબના જાદુમાં માનતા કરી દેશે. દર્શકો માટે આ એક ભાવનાત્મક સફર બની રહેશે, જેમાં પ્રેમ અને યાદગાર ક્ષણોનો સમાવેશ થાય છે.


‘તુ ચલ મૈં આયા’ ની કહાની અનોખી છે અને તે ચાહકોને ફરીથી પ્રેમમાં પડવાનો અનુભવ કરાવશે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઇન્ડોઝી મૂવીઝ, મેજિક બોર્ડ મોશન મૂવીઝ, જીતેન પુરોહિત  અને “કૃષ્ણા પાર્થ સ્ટુડિયો” જેવા પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત થઈ છે. ફિલ્મ પ્રેમીઓ માટે આ એક મોટી તક છે કે તેઓ ઘરે બેઠા જ યુટ્યુબના માધ્યમથી આ નવીનતમ શોર્ટ ફિલ્મનો આનંદ માણી શકે. 31 જુલાઈની તારીખ નોંધી રાખો અને ‘તુ ચલ મૈં આયા’ ની વિશ્વ પ્રીમિયર માટે તૈયાર રહો.

છેલ્લે એમને એમના દિલની વાત કરી હું મારા કોઈ કારણસર “તું ચલ મેં આયા”ના ક્રેડિટમાં મારા લોકોને, મારા મિત્રોને થેન્ક્સની ક્રેડિટ નથી આપી શક્યો, જે આ આર્ટિકલ દરમિયાન, હું એમનો આભાર માનવા માંગુ છું. હું આભાર માનું છું મારા મિત્રોનો, મારા ખાસ મિત્રો આનંદી ત્રિપાઠી, રાજેશભાઈ પંજવાણી, મેહુલભાઈ દેસાઈ, અભિલાષ ઘોડા, કિટ્ટુ સલુજા અને ખાસ કરીને ગુજ્જુરોક્સના પારસભાઈનો હું સાચા દિલથી આભાર માનું છું.

Parag Patidar