મર્સિડીઝના ઉડ્યા પરખચ્ચા, એન્જીન દૂર જઇ પડ્યુ…ભયાનક એક્સીડન્ટ બાદ કેબિનેટ મંત્રીના દીકરા અને વહુની આવી છે હાલત

યોગીના મંત્રી નંદીના દીકરા-વહુ સાથે ભીષણ અકસ્માત, ડિવાઇડર સાથે ટકરાયા બાદ મર્સિડીઝનું એન્જીન છટકી પડ્યુ દૂર

કન્નૌજ નજીક લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં મર્સિડીઝ કારમાં મુસાફરી કરી રહેલા યુપી સરકારના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને વહુને ઈજા થઈ. બંનેને સારવાર માટે લખનઉ લઇ જવાાયા, જ્યાં તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. આ મામલે ખુદ મંત્રીએ મોટું અપડેટ આપ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે પુત્ર અભિષેક અને પુત્રવધૂ કૃષ્ણિકા બંને સુરક્ષિત છે, જો કે થોડી ઈજાઓ પહોંચી છે. મંગળવારે સાંજે દિલ્હીથી લખનઉ જઇ રહેલા મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીના પુત્ર અને પુત્રવધૂની મર્સિડીઝ કાર કન્નૌજ અને તિર્વાના કટ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એન્જિન બહાર આવીને દૂર પડ્યુ હતુ. સદનસીબે એરબેગ્સના કારણે અભિષેક અને કૃષ્ણિકાને કોઈ ગંભીર ઈજા ના પહોંચી.

અકસ્માત બાદ મર્સિડીઝ કારના ભાગો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. બોનેટ તૂટીને જમીન પર પડ્યુ હતુ અને એન્જિન પણ દૂર પડ્યુ હતુ. થોડી જ વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલ ભેગા કર્યા અને કારને રસ્તા પરથી હટાવી. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક પોતે કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન વરસાદ પડી રહ્યો હતો.

રોડ ભીનો હોવાના કારણે તેમજ મર્સિડીઝ વધુ સ્પીડમાં હોવાને કારણે તે અચાનક કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. ઉલ્લેખનીય છે કે, કેબિનેટ મંત્રીના પુત્રના લગ્ન હજુ 11 જુલાઈના રોજ જ થયા હતા. આ પછી પ્રયાગરાજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. બંનેએ શ્રીનગરના ડલ લેકમાં લગ્ન કર્યા હતા.

Shah Jina