પેરિસ ઓલંપિકમાં પરિવાર સાથે પહોંચ્યા અનંત-રાધિકા, ઇન્ડિયા હાઉસમાં ઢોલ નગારા સાથે થયુ સ્વાગત- જુઓ વીડિયો

પેરિસ ઓલંપિક 2024માં સામેલ થયા અનંત-રાધિકા, અંબાણી પરિવાર સાથે ન્યુલી વેડ કપલ થયુ સ્પોટ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ 12 જુલાઇએ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં થઈ હતી. ત્યારે લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર સાથે વિદેશમાં છે.

નવદંપતીએ અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક 2024ની મજા માણી હતી. આ દરમિયાન બંનેનું પેરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે.

બંનેની એન્ટ્રી દરમિયાન ઢોલ પણ વાગતા જોવા મળ્યા હતા. આ નવપરિણીત કપલનો આ વિડીયો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે જેમાં અનંત અને રાધિકાની સાથે મુકેશ અંબાણી તેમજ ઈશા અંબાણી પણ જોવા મળી રહ્યા છે.

આ સિવાય તમે મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પીરામલને પણ જોઈ શકો છો. જો કે આ ખાસ અવસર પર નીતા અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા ન હતા. જો કે, જણાવી દઈએ કે નીતા પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં પોતાના પતિ મુકેશ સાથે એફિલ રોવરની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

Shah Jina