દિલ્લી મેટ્રોમાં થયો ચપ્પલ કાંડ, એકે મારી ચપ્પલ તો બીજાએ માર્યો થપ્પડ- મચી ગઇ અફરા તફરી

મેટ્રોમાં થયો ચપ્પલ કાંડ, એકે મારી ચપ્પલ તો બીજાએ માર્યો થપ્પડ- મચી ગઇ અફરા તફરી, જુઓ વીડિયો

દિલ્લી મેટ્રોમાં આપનું સ્વાગત છે ! ફરી એકવાર આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો નવો વીડિયો સામે આવ્યો છે. જી હા, આ વખતે પણ મેટ્રોમાં એવો ક્લેશ થયો કે વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. આશ્ચર્યજનક વાત એ છે કે આ ક્લિપ જોયા પછી યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

અચાનક બે લોકો વચ્ચે કંઈક બન્યું અને એક વ્યક્તિએ તેના પગમાંથી ચંપલ કાઢીને બીજા મુસાફરના ગાલ પર મારી દીધુ. પછી શું… મામલો આગળ વધ્યો. જો કે, જ્યારે આ સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે કોઈ મદદ કરવા આવ્યું ન હતું. પરંતુ બાદમાં એક વ્યક્તિએ જૂતા મારવા વાળાને કાબુમાં લીધો. આ વીડિયોને @gharkekalesh નામના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જેના કેપ્શનમાં લખ્યું છે- દિલ્હી મેટ્રોની અંદર બે લોકો વચ્ચે ઝઘડો થયો. આ પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયનથી વધારે વ્યુઝ અને લગભગ ત્રણ હજાર લાઈક્સ મળી છે. જ્યારે સેંકડો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું – આને તો બ્રોન્ઝ મેડલ પણ નહીં મળે. બીજાએ કહ્યું- દિલ્હી મેટ્રોમાં મનોરંજન બંધ ન થવું જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું- સુરક્ષા ગાર્ડ કંઈ કરતા નથી. જ્યારે અન્ય યુઝર્સ આ ગડબડ જોઈને હસવાનું રોકી શક્યા નથી.

Shah Jina