50ની ઉંમરે પણ આ એક્ટ્રેસ છે કોલેજના છોકરાઓનો ક્રશ, જોતા જ થમી જાય છે આંખો

50ની ઉંમરે પણ આ એક્ટ્રેસ છે કોલેજના છોકરાઓનો ક્રશ, ફિગર એવું કે જોતા જ થમી જાય છે આંખો, જુઓ PHOTOS

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ 50 વર્ષની થઈ ગઈ છે પરંતુ તે હજુ પણ ખૂબ જ સુંદર લાગે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર તેની શ્રેષ્ઠ તસવીરો શેર કરતી રહે છે. ચિત્રાંગદા સિંહ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે 50 વર્ષની છે, પરંતુ તે હજી પણ તેની સુંદરતાથી ચાહકોના દિલને ઘાયલ કરતી રહે છે.

ચિત્રાંગદા હાલમાં જ તેના હોટ અને બોલ્ડ ફોટોઝને કારણે લાઇમલાઇટમાં આવી છે, જેના પર તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ચિત્રાંગદા સિંહે વર્ષ 2005માં ક્રાઈમ-ડ્રામા ફિલ્મ ‘હઝારોં ખ્વાઈશે ઐસી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુધીર મિશ્રાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે તેણે બોલિવુડ મૂવી એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ ડેબ્યૂ જીત્યો હતો.

તે જ વર્ષે ચિત્રાંગદા ફિલ્મ ‘કલઃ યસ્ટરડે એન્ડ ટુમોરો’માં જોવા મળી હતી. ચિત્રાંગદા સિંહની બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અને તેને કારણે અભિનેત્રીના મનોબળ પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. ‘કલઃ યસ્ટરડે એન્ડ ટુમોરો’ ફ્લોપ સાબિત થતાં જ ચિત્રાંગદાએ ઇન્ડસ્ટ્રીમાંથી 3 વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.

વર્ષ 2008 સુધી સ્ક્રીનથી દૂર રહ્યા પછી તે ડિરેક્ટર ઓનિરની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘સોરી ભાઈ’ સાથે સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી. સંજય સૂરી સાથે અભિનેત્રીની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી. ફરી એકવાર ફિલ્મ ફ્લોપ થતા અભિનેત્રીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી. ચિત્રાંગદાના ફ્લોપ કરિયર પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે તે ઘણા વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહી.

વર્ષ 2011માં ચિત્રાંગદાએ સુધીર મિશ્રાનો હાથ થામી ‘યે સાલી જિંદગી’ ફિલ્મથી વાપસી કરી. અભિનેત્રીનું નસીબ કહો કે નિર્દેશક સુધીર મિશ્રાનો જાદુ આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર એવરેજ પ્રદર્શન કરવામાં સફળ રહી. જણાવી દઈએ કે, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા, ચિત્રાંગદા એક સફળ મોડલ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીને ત્રણ વખત એર હોસ્ટેસ બનવાની તક મળી હતી જેને તેણે ફગાવી દીધી હતી. તેણે મોડેલિંગમાં પોતાનું નામ બનાવ્યા પછી જ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં એક તરફ ચિત્રાંગદા સિંહની ફિલ્મ કારકિર્દી શરૂઆતથી જ ડગમગી રહી હતી, ત્યારે તેનું અંગત જીવન પણ સારું ચાલતું ન હતું. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ ચિત્રાંગદા સિંહે જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2014માં બંને અલગ થઈ ગયા હતા.

આ લગ્નથી અભિનેત્રીને એક પુત્ર પણ છે. 2014માં જ્યોતિ રંધાવાથી છૂટાછેડા લીધા બાદ અભિનેત્રી સિંગલ છે અને આજે તે પોતાની શરતો પર પોતાનું જીવન જીવી રહી છે. તે છેલ્લે સારા અલી ખાન અને વિક્રાંત મેસી સાથે ‘ગેસલાઈટ’માં જોવા મળી હતી. ચિત્રાંગદા સિંહ ‘દેશી બોયઝ’ (2011), ‘આઈ મી ઔર મેં (2013)’, મોડર્ન લવ મુંબઈ’ (2002) અને ‘સૂર્મા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

Shah Jina