પહેેલા કરાવ્યા શોર્ટ હેર કટ અને પછી મુંડાવ્યા વાળ, હિના ખાનને નવા લુકમાં જોઇ ચાહકોએ લૂંટાવ્યો પ્રેમ

બોય કટીંગ બાદ કેન્સરથી પીડિત હિના ખાને પૂરી રીતે મુંડાવ્યા તેના વાળ, ટોપી પહેરીને છુપાવ્યો બાલ્ડ લુક- જુઓ તસવીરો

અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ સામે લડી રહી છે. તે આ ગંભીર બીમારીનો બહાદુરીથી સામનો કરી રહી છે અને સંપૂર્ણ સારવાર લઈ રહી છે. કેન્સરથી પીડિત હોવાનું જાહેર કર્યા પછી હિનાએ તેના વાળ કપાવી નાખ્યા હતા. ત્યારે હવે બોય કટિંગ પછી અભિનેત્રીએ તેના વાળ સંપૂર્ણપણે મુંડાવ્યા છે.

હાલમાં જ શેર કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં આ વાતનો ખુલાસો થયો છે, જેના પછી ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને હિનાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. હિના ખાને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની સ્કિન અને પિગમેન્ટેશન વિશે વાત કરી રહી છે.

આ દરમિયાન તે ટી-શર્ટ અને પજામામાં એટલે કે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. તેણે માથા પર બ્લેક કેપ પહેરી છે. તે ટોપી વડે પોતાનું બાલ્ડ હેડ છુપાવતી જોવા મળી. જો કે તેણે પોતે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેણે તેના વાળ મુંડાવી નાખ્યા છે પણ કેપમાંથી આવું દેખાઇ રહ્યુ છે. અભિનેત્રીના આ વીડિયો પર ચાહકો તેની હિંમતને સલામ કરી રહ્યા છે અને તેને શેરની, સ્ટ્રોંગ અને બ્રેવ ગર્લ કહી રહ્યા છે.

અભિનેતા નકુલ મહેતાએ હિનાને ‘ચેમ્પિયન’ કહીને વખાણ કર્યા, જ્યારે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીએ પણ કમેન્ટ કરી.કામની વાત કરીએ તો ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી હિના ખાન બિગ બોસ, ‘નાગિન’ અને ‘કસૌટી જિંદગી’ જેવા શોમાં જોવા મળી છે. તે બોલિવૂડ ફિલ્મ હેક્ડમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by (@realhinakhan)

Shah Jina