નતાશા સ્ટેનકોવિકની લાઇફમાં ફરી મિસ્ટ્રીમેનની એન્ટ્રી ! હાર્દિકથી અલગ થવાની અફવાઓ વચ્ચે પણ જોડાયુ હતુ નામ
ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે સતત અપડેટ્સ પણ શેર કરતી રહે છે. જ્યારે હાર્દિક અને નતાશાના અલગ થવાની અફવાઓ ઉડી હતી ત્યારે અભિનેત્રીનું નામ એક એવા વ્યક્તિ સાથે જોડાયું હતું જેની સાથે તે જોવા મળી હતી.
જો કે આ અહેવાલોમાં કોઈ તથ્ય નહોતું અને આ વાતો બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે એવું લાગે છે કે વ્યક્તિએ યુ-ટર્ન લઇ લીધો છે અને મિસ્ટ્રી મેન એ નતાશાના જીવનમાં ફરીથી પ્રવેશ કર્યો છે. નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના હોમટાઉન સર્બિયા ગઇ ત્યારથી સતત તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરી રહી છે.
તાજેતરમાં જ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની ઝલક શેર કરી, જેના પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો. નતાશાની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી, પરંતુ એક વ્યક્તિની કોમેન્ટે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. નતાશાની પોસ્ટ પર જે વ્યક્તિની કોમેન્ટ કરી તે બીજું કોઈ નહીં પણ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક છે.
નતાશાની તાજેતરની પોસ્ટ પર એલેક્સે ફાયર ઇમોજી કમેન્ટ કરી, જેના પછી લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. જ્યારે હાર્દિક અને નતાશા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઉડી રહી હતી ત્યારે પણ એલેક્સનું નામ નતાશા સાથે જોડવામાં આવ્યું હતું. જો કે, આ વાતોમાં બિલકુલ સત્ય નહોતું. એલેક્ઝાન્ડર અને નતાશાની વાતો ત્યારે શરૂ થઈ જ્યારે બંને સાથે જોવા મળ્યા હતા. જોકે, નતાશા અને એલેક્સ વચ્ચે કંઇ એવું નથી. એલેક્સ નતાશાનો ભાઇ છે.
View this post on Instagram