અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ સેલિબ્રેશન અને તેમના હનીમૂનના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અનંતે રાધિકા સાથે 12 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા અને હવે તેઓ ફ્રાન્સની રાજધાની પેેરિસમાં છે. તાજેતરમાં જ અનંત અને રાધિકાની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં બંને પેરિસના રસ્તા પર ફરતા અને ક્વોલિટી ટાઈમ વીતાવતા જોવા મળે છે.
જો કે, આ દરમિયાનનો અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની કારમાંથી બહાર નીકળતો અને ફેન્સનું અભિવાદન કરતો જોવા મળે છે. આ દરમિયાન અનંત ખુશીથી સેલ્ફી લેવા માટે સંમત પણ થાય છે. જો કે, અનંતનો સિક્યોરિટી ગાર્ડ એ ખાતરી કરે છે કે ચાહકો તેની વધુ નજીક ન આવે.
આ દરમિયાન અનંતને પૂછવામાં આવે છે કે શું તે ફ્રેન્ચ બોલે છે, તો તેણે ‘ના’ જવાબ આપતા કહ્યુ ‘બોંજોર’ અને ચાહકોનું વેલકમ કર્યું. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્રની આ સાદગી અને વિનમ્રતા ચાહકોના દિલને સ્પર્શી ગઈ. અનંતનો સૌમ્ય સ્વભાવ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે. એક વ્યક્તિએ તો અનંતને પોતાનો ‘ફેવરિટ અંબાણી’ પણ ગણાવ્યો હતો અને લખ્યું કે તેના સ્વભાવમાં કોઇ એટીટયૂડ નથી અને તે ખૂબ જ નમ્ર છે.
View this post on Instagram