વોશિંગટન સુંદરે કર્યુ એવું કે ચાલુ મેચે જ રોહિત શર્મા મારવા દોડ્યો…જોતો જ રહી ગયો કેએલ રાહુલ, ફન્ની વીડિયો થયો વાયરલ

બીજી વનડેમાં સુંદરને મારવા દોડ્યો રોહિત શર્મા, જોતો જ રહી ગયો કેએલ રાહુલ- ખૂબ વાયરલ થઇ રહ્યો છે વીડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી ODI કોલંબોમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 32 રને હરાવ્યું હતું. આ રીતે ચરિથ અસલંકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. બંને ટીમો વચ્ચેની પ્રથમ વનડે ટાઈ રહી હતી. જો કે, બીજી વનડે દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માની ફની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

હકીકતમાં શ્રીલંકા સામેની બીજી વનડેમાં રોહિત શર્મા ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદરને મારવા માટે ફની રીતે દોડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓથી લઈને પ્રશંસકો પણ પોતાની હસી નહોતા રોકી શક્યા. ભારતીય બોલર વોશિંગ્ટન સુંદરનો ચહેરો જોવાલાયક હતો, તેના ચહેરા પર સ્મિત હતું.

જો કે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જો કે, આ મજાકમાં કરવામાં આવ્યું હતું અને નજીકમાં ઉભેલ કેએલ રાહુલ તો જોતો જ રહી ગયો હતો.

Shah Jina