પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા પછી જસ્ટિન બેસ્ટ ( Justin Best ) એ તેની ગર્લફ્રેન્ડ Lainey Duncan ને એફિલ ટાવર પર 2,738 યલો ગુલાબ આપી ડ્રીમ પ્રપોઝ કર્યુ હતુ. તેમની આ ખાસ પળોને ટેલિવિઝન પર લાઈવ પણ બતાવવામાં આવી હતી. આ સાથે જ જસ્ટિને પોતાની ગર્લફ્રેન્ડને એક ખાસ મેસેજ પણ આપ્યો હતો. રોમાન્સ માટે પ્રખ્યાત શહેર પેરિસમાં જુનિયર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને ઓલિમ્પિક ચેમ્પિયન જસ્ટિન બેસ્ટે રોમેન્ટિક પરાક્રમ કર્યું.
તાજેતરમાં તેણે રોઇંગમાં યુનાઇટેડ સ્ટેટ્સ માટે પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. થોડા દિવસો પછી બેસ્ટે સોમવારે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરની સામે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આ માટે તેણે 2,700 થી વધારે યલો ગુલાબનું બેકગ્રાઉન્ડ બનાવ્યુ હતુ. જસ્ટિનની ગર્લફ્રેન્ડ લૈની આ પ્રપોઝલ જોઇ ભાવુક થઈ ગઈ હતી.
પેરિસ ઓલિમ્પિકમાં રોઇંગમાં યુએસ માટે ગોલ્ડ જીતનાર જસ્ટિન બેસ્ટે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતાં કહ્યું, “લૈની ઓલિવિયા ડંકન, તું મારા જીવનનો અમૂલ્ય હિસ્સો છે, હું જાણતો હતો કે તું ખાસ છે, હું આ પહેલી જ ડેટમાં સમજી ગયો હતો. મેં તમને કહ્યુ, હું ઓલિમ્પિકમાં જવા માંગતો હતો, અને તમે કહ્યું, હા, બિલકુલ મોકાને ગુમાવશો નહીં.
આ મારા જીવનનો સૌથી સરળ સવાલ થવા જઇ રહ્યો છે, હું મારી બાકી લાઇફ તારી સાથે વિતાવવા માંગુ છું, સાથે મળીને ફેમીલી વધારવા માંગુ છું. લૈની, શું તું મારી સાથે લગ્ન કરીશ ?”. આના પર લૈનીએ વાત કાપતા કહ્યુ – હા. તે આ ડ્રીમી પ્રપોઝલ પર ખૂબ જ ભાવુક થઈ ગઈ. જસ્ટિને કહ્યું કે તેણે આ અવસર માટે 2738 યલો ફૂલો પસંદ કર્યા હતા, તેમની મિત્રતાને આટલો લાંબો સમય થઈ ગયો છે. તેમની મિત્રતા આ યલો ફૂલ આપીને શરૂ થઈ હતી.
View this post on Instagram