...
   

“છોરી ગોલ્ડ લાવેગી…” પેરિસ ઓલિમ્પિકના ફાઇનલમાં એન્ટ્રી બાદ વિનેશ ફોગાટે કરી માતા સાથે વીડિયો કોલ પર વાત- જુઓ વીડિયો

‘ગોલ્ડ લાવવાનો છે… ગોલ્ડ’, ઇતિહાસ રચવા સાથે જ વિનેશ ફોગાટે માતા સાથે કરી વાત, આપ્યુ વચન- જુઓ વીડિયો

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે, જો કે હજુ તો આ પડાવ છે. મંઝિલ પર પહોંચવાનું હજુ બાકી છે. અમે આ નથી કહી રહ્યા. ભારતની લાડલી વિનેશ ફોગટે આ વાત પોતાની માતાને વીડિયો કોલ પર કહી હતી. તેણે પહેલા ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયનને હરાવી અને પછી યુરોપિયન ચેમ્પિયનને હરાવી. આ પછી સામે આવેલી પેન અમેરિકા ચેમ્પિયન અને ભારતની શેરનીએ મુકાબલો જીત્યો.

સેમિફાઈનલમાં પહોંચ્યા પછી વિનેશ ફોગાટે તેની માતા અને પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. વિનેશ ફોગાટે હાથ જોડીને પ્રણામ કર્યા અને તેની માતા તેેમજ પરિવારવાળાના આશીર્વાદ લીધા. આ દરમિયાન વિનેશ ફોગાટે તેની માતાને વચન આપ્યું હતું કે તે ફાઇનલમાં ગોલ્ડ જીતશે. વિનેશને વીડિયોમાં એવું કહેતા સાંભળી શકાય છે કે ‘ગોલ્ડ લાવવાનો છે… ગોલ્ડ.’

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની ફ્રીસ્ટાઇલ 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો છે. વિનેશ ફોગાટ માટે સિલ્વર મેડલ નિશ્ચિત છે, પરંતુ ફાઇનલમાં પહોંચીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કર્યા બાદ તેણે તેની માતા માટે ગોલ્ડ મેડલ લાવવાનું વચન આપ્યું છે. વિનેશ ફોગાટ 8મી ઓગસ્ટે ફાઈનલ રમશે.

વિનેશ ફોગાટે સેમિફાઇનલમાં 5-0થી જીત મેળવી અને પેરિસ ઓલિમ્પિક 2024માં દેશનો ચોથો મેડલ સુનિશ્ચિત કર્યો. આ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારત માટે આ એકમાત્ર મેડલ હશે. જો તે ફાઇનલમાં યુએસએ રેસલર સામે જીતશે તો તે ગોલ્ડ મેડલ જીતશે અને જો તે હારી જશે તો તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.

Shah Jina