પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 440 વોલ્ટનો ઝટકો, વિનેશ ફોગાટ ફાઇનલ પહેલા ડિસક્વોલિફાઇ, નહિ મળે કોઇ પણ મેડલ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો આંચકો લાગ્યો છે. 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવનાર મહિલા રેસલર એથ્લેટ વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી ડિસક્વોલિફાઇ કરવામાં આવી છે. વિનેશ ફોગાટ આજે રાત્રે 12:45 વાગ્યે યુએસએ રેસલર સામે તેની ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી પરંતુ હવે તે આ મેચમાંથી બહાર થઈ ગઈ છે.
હવે ના તો આ મેચ થશે અને ના તો વિનેશને મેડલ મળશે. વિનેશ ફોગાટના બહાર થયા બાદ ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી નિવેદન જાારી કરાયુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, જે 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી, તેને મેચ પહેલા વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે.
ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ સવારે તેનું વજન 50 કિલોગ્રામથી 100 ગ્રામ વધારે હતું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે તમને વિનેશની ગોપનીયતા અને સમ્માનનો અનુરોધ કરીએ છીએ. જેથી કરીને તે આગામી ઇવેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ગોલ્ડ મેડલ મેચમાંથી ડિસક્વોલિફાઇ થનાર વિનેશ ના તો ગોલ્ડ મેડલ જીતી શકશે અને ના તો સિલ્વર મેડલ…
તેનું વજન 50 કિલોની કેટેગરીમાં લગભગ 100 ગ્રામ વધુ મળી આવ્યુ. હવે આ કેટેગરીમાં માત્ર બે કુસ્તીબાજોને મેડલ આપવામાં આવશે, જેમાંથી એક યુએસએનો કુસ્તીબાજ હશે જેણે ગોલ્ડ મેડલ જીત્યો અને બીજો બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ હશે. જ્યારે વિનેશને કોઈ મેડલ નહીં મળે. પેરિસ ઓલિમ્પિક વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે.