ઓલમ્પિક દરમિયાન પેરિસનામાં ભાવુક થયા નીતા અંબાણી, બોલ્યા “ભગવદ્દ ગીતા એ મનુ ને આપી પ્રેરણા”, જુઓ તસવીરો

નીતાએ કહ્યું, “ટોક્યો ઓલિમ્પિક પછી મનુએ કહ્યું હતું કે તેમણે આપણા પ્રાચીન ગ્રંથ ભગવદ ગીતાના જ્ઞાનનું પાલન કર્યું છે જે આપણને શીખવે છે કે ‘તમારું શ્રેષ્ઠ કરો અને બાકીનું બધું ભગવાન પર છોડી દો.’ અને તેમણે એ જ કર્યું. ત્રણ વર્ષ પછી, રમતોમાં તેમણે માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના દેશનું ભાગ્ય પણ બદલી નાખ્યું.”


પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે અને તે બધા કાંસ્યના છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં, સરબજોત સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં અને સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં કાંસ્ય મેડલ જીત્યા હતા. હવે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ બે ઓલિમ્પિક મેડલ જીતનાર મનુ ભાકરનું સન્માન કર્યું છે.

તેમણે મંગળવારે પેરિસમાં બનાવેલા ઇન્ડિયન હાઉસમાં મનુનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે નીતાએ કહ્યું કે, “ગયા અઠવાડિયે પેરિસમાં હરિયાણાની એક 22 વર્ષની છોકરીએ ઇતિહાસ રચ્યો અને દુનિયાને તેના સપના, જુસ્સા અને કઠોર મહેનતની શક્તિ બતાવી. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની. મનુ, તમારી સિદ્ધિથી દરેક ભારતીય પ્રેરિત થાય છે અને ભારતની દરેક છોકરી તમારી સિદ્ધિઓથી સશક્ત અનુભવે છે.”

સમારોહમાં હાજર રહેલા એથ્લીટોમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, જેમણે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું અને મેડલ ચૂકી ગયા હતા. વિશ્વ ચેમ્પિયન બોક્સર લવલીના બોરગોહેન, જેમણે રિંગમાં પોતાની કુશળતા દર્શાવી હતી, તેમજ સ્કીટ શૂટર્સ માહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નારુકા, જેમણે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.

આ ઉપરાંત શૂટર્સ આશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, અંજુમ મૌદગિલ, સિફ્ટ કૌર સમરા, ઈશા સિંહ, રૈઝા ઢિલ્લોન, અનીશ ભનવાલા અને વિજયવીર સિદ્ધુ, બોક્સર નિશાંત દેવ અને એથ્લેટિક્સ કન્ટિન્જન્ટના અક્ષદીપ સિંહ, પરમજીત સિંહ બિષ્ટ, વિકાસ સિંહ, તજિન્દરપાલ સિંહ તૂર, અંકિતા ધ્યાની, જેસ્વિન એલ્ડ્રિન અને પારુલ ચૌધરી પણ હાજર હતા. નીતા અંબાણીએ વધુમાં ઉમેર્યું:

Swt