...
   

પેરિસ ઓલિમ્પિક: સ્વિમિંગ પુલમાં અમેરિકન મહિલા ખેલાડીઓએ અંડર વોટર ‘તાલ સે તાલ મિલા’ ગીત પર આપ્યું ગજબનું પરફોર્મન્સ, જુઓ

પેરિસ ઓલિમ્પિકમાં ચાલ્યો ‘તાલ સે તાલ મિલા’ ગીતનો જાદુ, સ્વિમિંગ ટીમે આપ્યુ અંડર વોટર ગજબનું પરફોર્મન્સ

તમને બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સુભાષ ઘઈની 1999માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાલ’ તો યાદ જ હશે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે હાલમાં યુએસ સ્વિમિંગ ટીમે આ ફિલ્મના પ્રખ્યાત ગીત તાલ સે તાલ મિલા પર અંડરવોટર પરફોર્મન્સ આપ્યું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મના નિર્દેશક સુભાષ ઘઈએ ફિલ્મના ગીતને ‘વર્લ્ડ એક્વેટિક્સ દોહા 2024’માં ઉપયોગમાં લેવા પર ખુશી વ્યક્ત કરી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્વિમિંગ ટીમે વર્લ્ડ એક્વેટિક્સ દોહા 2024માં અદભૂત અંડરવોટર ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા હતા. ભારત માટે ખુશીની વાત છે કે આ પ્રદર્શન માટે તાલ સે તાલ મિલા ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ ગીત એઆર રહેમાનનું છે જેમણે પોતાના સંગીતથી આખી દુનિયાને દિવાના બનાવી દીધા છે. ‘તાલ’ એક મ્યુઝિકલ ડ્રામા રોમેન્ટિક ફિલ્મ હતી.

એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો ફોટો શેર કરતી વખતે સુભાષ ઘઈએ લખ્યું, આવું કમ થાય છે કે જ્યારે તાલ જેવી હિંદી ફિલ્મ થીમનું મ્યુઝિક આઇકોનિક બની જાય. આ સંગીત વર્લ્ડ એક્વેટિક્સ દોહા 2024માં પ્લે કરવામાં આવ્યું હતું, જેના પર યુએસએની આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમે પરફોર્મ કર્યું હતું. હું ખૂબ ભાગ્યશાળી છું. તમને બધાને મારો પ્રેમ.’

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 2 થી 18 ફેબ્રુઆરી વચ્ચે દોહામાં વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ક્વોલિફાઈકરવાવાળી ટીમને પેરિસ ઓલિમ્પિકમાં પરફોર્મ કરવાની તક મળી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમેરિકન મહિલા સ્વિમર્સનું એક ગ્રપ પાણીની અંદર ‘તાલ સે તાલ મિલા’ પર ડાન્સ કરી રહ્યુ છે.

Shah Jina