ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50KG કુસ્તીની ગોલ્ડ મેડલ મેચમાંથી ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટનું દિલ તૂટી ગયું હતું. જે બાદ તેણે કુશ્તીને અલવિદા કહી દીધું.
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક્સ 2024ની મહિલા 50KG કુસ્તીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જેનું આયોજન 7મી ઓગસ્ટના રોજ થવાનું હતું પરંતુ તે પહેલા પણ તેને 50 કિલોથી થોડા ગ્રામ (100 Gram) વધારે હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
જે પછી આખો દેશ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેની પાસેથી Goldની અપેક્ષાઓ હતી. આ ગેરલાયકાતથી વિનેશ ફોગાટ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી અને 8મી ઓગસ્ટની સવારે તેણે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ આખો દેશ ચોંકી ગયો હતો. તેમની નિવૃત્તિ પર, કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ટ્વિટ કરીને તેમની નિવૃત્તિની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે.
8 ઓગસ્ટના રોજ સવારે 5:17 વાગ્યે વિનેશ ફોગાટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં તેણે ભાવનાત્મક રીતે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પોસ્ટ પરથી એવું લાગી રહ્યું હતું કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાને કારણે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તેણે લખ્યું – “મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગયી , માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી.”
विनेश आप हारी नही हराया गया हैं, हमारे लिए सदैव आप विजेता ही रहेगी आप भारत की बेटी के साथ साथ भारत का अभिमान भी हो 🫡😭 https://t.co/oRTCPWw6tj
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 8, 2024
8 ઓગષ્ટની સવારે કોઈએ જાગીને સોશિયલ મીડિયા કે ટીવી પરના સમાચાર જોયા તો એક ચોંકાવનારા સમાચાર જોવા મળ્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે. આના પર ટોક્યો ઓલિમ્પિક 2020ના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા પોતાને રોકી શક્યા નહીં અને વિનેશ ફોગાટની નિવૃત્તિ પર એક પોસ્ટ શેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. બજરંગ પુનિયાએ લખ્યું- ‘વિનેશ તમે હાર્યા નથી, તમને હરાવવામાં આવ્યા છે ‘
विनेश तुम नहीं हारी हर वो बेटी हारी है जिनके लिए तुम लड़ी और जीती।
ये पूरे भारत देश की हार है 😭
देश तुम्हारे साथ है। खिलाड़ी के तौर पे उनके संघर्ष और जज्बे को सलाम 🙏🫡@Phogat_Vinesh https://t.co/8W5MpdYUvD— Sakshee Malikkh (@SakshiMalik) August 8, 2024
સાક્ષી મલિકે પણ વિનેશ ફોગાટની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી હતી
વિનેશ ફોગાટની નિવૃત્તિની પોસ્ટને જોઈને એવું લાગે છે કે દરેક વ્યક્તિ પોતાની લાગણીઓ શેર કરવા માંગે છે. દેશનો દરેક નાગરિક વિનેશ ફોગટની નિવૃત્તિ પર તેની સાથે ઉભો જોવા મળે છે. આ દરમિયાન રિયો ઓલિમ્પિક 2016ની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. સાક્ષી મલિકે લખ્યું- ‘વિનેશ, તમે હાર્યા નથી, દરેક દીકરી જેના માટે તમે લડ્યા અને જીત્યા છો તે હાર્યા છે.’