નીરજની જીત પર માતાએ કહ્યું કંઈક એવું કે ભારત અને પાકિસ્તાનના જીતી લીધા દિલ, જાણો શું કહ્યું ચેમ્પિયની માતાએ

પેરિસ ઓલિમ્પિક 2024ની બહુપ્રતીક્ષિત પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં, ભારતીય સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ  નીરજ ચોપરાને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક 2020માં ઐતિહાસિક ગોલ્ડ જીત્યા બાદ, નીરજ ચોપરાએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ઓલિમ્પિક ઈતિહાસની સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંની એકમાં સિલ્વર મેડલ જીત્યો.

પેરિસ ઓલિમ્પિક 2024નો 13મો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતે 13માં દિવસે બે મેડલ જીત્યા. નીરજે ભારતને આ ઓલિમ્પિકનો પહેલો સિલ્વર મેડલ અપાવ્યો હતો. ભારતીય હોકી ટીમે પણ અજાયબીઓ કરી હતી અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે. જો કે આ મેચમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ કબજે કરીને ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.


પાણીપતમાં રહેતા નીરજ ચોપરાની માતા સરોજ દેવીએ કહ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ, અમારા માટે ચાંદી સોનાની બરાબર છે. જેણે સોનું લીધું છે તે અમારો પુત્ર જ છે. તેણે સખત મહેનત કરીને લીધો છે. દરેક ખેલાડીનો દિવસ હોઈ છે . એવું લેગે છે કે  તે ઘાયલ થયો હતો, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. જ્યારે તે (નીરજ ચોપરા) આવશે ત્યારે હું તેનું મનપસંદ ભોજન બનાવીશ.”

 

Swt