નીરજ ચોપડાને પાછળ છોડી ગોલ્ડ જીતનારા પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમની વધશે મુશ્કેલીઓ? ડોપિંગ ટેસ્ટની ઉઠી માંગ, જુઓ

જો આવું થયું તો નીરજ ચોપડાને મળશે ગોલ્ડ મેડલ ? બે વાર 90 મીટરથી વધુ દૂર ભાલો ફેંકવા બદલ અરશદ નદીમ વિરુદ્ધ થઇ રહી છે ડોપ ટેસ્ટની માંગ, જુઓ

Arshad Nadeem Doping Started Trending : પાકિસ્તાનના સ્ટાર જેવલિન થ્રોઅર અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અરશદે ફાઇનલમાં 92.97 મીટરનો ટોપ થ્રો કર્યો હતો. આ થ્રો સાથે તે પ્રથમ આવ્યો. જ્યારે ભારતના નીરજ ચોપડાએ તેની સિઝનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 89.45 મીટરનો થ્રો કર્યો, જેના કારણે તેને બીજા સ્થાને રહીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અરશદ નદીમ પાકિસ્તાન માટે ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ જીતનાર પ્રથમ એથલીટ બની ગયો છે.

ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ ગોલ્ડ મેડલ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ થવા લાગ્યો તેનાથી અરશદ બિલકુલ ખુશ નહીં થાય. ફાઇનલમાં બીજા પ્રયાસમાં અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો કે તરત જ સોશિયલ મીડિયા પર ‘ડોપિંગ’ ટ્રેન્ડ થવા લાગ્યું. અરશદે ફાઇનલમાં તેના બે પ્રયાસોમાં 90-મીટરના આંકને સ્પર્શ કર્યો હતો. આ જ કારણ છે કે ચાહકો અરશદના રેકોર્ડ થ્રો પર બિલકુલ વિશ્વાસ નથી કરતા.

તમને જણાવી દઈએ કે અરશદે બનાવેલો 92.97 મીટરનો થ્રો પણ એક ઓલિમ્પિક રેકોર્ડ છે. જો કે, અરશદે ડોપ કર્યું છે કે નહીં તે WADAએ નક્કી કરવાનું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ખેલાડીઓ વિશે સોશિયલ મીડિયા પર જે અભિપ્રાય બનાવવામાં આવી રહ્યો છે તે હાલમાં ખોટો છે. અરશદ નદીમે ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. આ પછી, તેનો બીજો પ્રયાસ ઓલિમ્પિક રેકોર્ડ હતો જે તેણે 92.97 મીટર ફેંક્યો હતો.

અરશદનો ત્રીજો થ્રો 88.72 મીટર હતો. ચોથો થ્રો 79.40 હતો. પાંચમા થ્રોમાં અરશદે 84.87 મીટરના અંતરે બરછી ફેંકી હતી જ્યારે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં અર્શદે સૌને ચોંકાવી દીધા હતા અને બીજી વખત 90 મીટરનો આંકડો પાર કર્યો હતો અને 91.79 મીટરનું અંતર કાપ્યું હતું. તમને જણાવી દઈએ કે જો અરશદ નદીમ ડોપિંગ ટેસ્ટમાં પકડાઈ જશે તો ઓલિમ્પિક મેડલનો નિર્ણય બદલાઈ જશે. આવી સ્થિતિમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ અને પીટર એન્ડરસન કે જેણે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેને સિલ્વર મેડલ આપવામાં આવશે. જ્યારે ચોથા ક્રમે બરછી ફેંકનારને બ્રોન્ઝ આપવામાં આવશે.

Previous Article

ઇંટીમેટ સીન આપવાથી પરહેજ નથી કરતી નાગા ચૈતન્યની નવી નવી મંગેતર, બોલ્ડનેસ જોઇ થઇ જશો મદહોંશ- જુઓ તસવીરો

Next Article

નીરજની જીત પર માતાએ કહ્યું કંઈક એવું કે ભારત અને પાકિસ્તાનના જીતી લીધા દિલ, જાણો શું કહ્યું ચેમ્પિયની માતાએ

error: Protected Content!