નિરાજની જગ્યાએ પાકિસ્તાની ખેલાડી ગોલ્ડ મેડલ જીત્યો તો પાકિસ્તાનમાં કંઇક આવો માહોલ બનાવી કર્યું સેલિબ્રેશન, જુઓ

Olympic માં ગોલ્ડ જીતવા પર ઝૂમી ઉઠ્યા પાકિસ્તાનીઓ, કંઇક આવી રીતે આપી રહ્યા છે અરશદ નદીમને શુભકામના

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં જેવલિન થ્રો ઈવેન્ટમાં પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. બીજી તરફ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

આ સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ એથલીટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. અરશદની આ જીતથી પાકિસ્તાનમાં જશ્નનો માહોલ છે. પાકિસ્તાનથી એવી ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. આ સિવાય લોકો ટ્વીટ દ્વારા પણ અરશદને અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે શરૂઆતથી જ આ ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે બીજા રાઉન્ડથી જ અરશદ નદીમ પહેલા અને નીરજ ચોપરા બીજા નંબર પર રહ્યા. નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે ટક્કર જેવી સ્થિતિ જોવા મળી હતી. પહેલા રાઉન્ડમાં નદીમનો ફાઉલ થયો હતો, ત્યારબાદ તેણે બીજા રાઉન્ડમાં 92.97 મીટરના થ્રો સાથે રેકોર્ડ બનાવ્યો.

નદીમે 6માંથી 2 પ્રયાસોમાં 90 મીટરથી વધુ દીર ભાલો ફેંક્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથલીટ બની ગયો, પરંતુ પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિકમાં નવા રેકોર્ડ સાથે જીત મેળવી.

અરશદ નદીમને ગોલ્ડ મેડલ જીતવા સાથે 50 હજાર ડોલર મળ્યા જે પાકિસ્તાની રૂપિયામાં અંદાજે 1 કરોડ 40 લાખ રૂપિયા થાય છે. જો કે, નીરજ ચોપરાને ઓલિમ્પિક કે વર્લ્ડ એથ્લેટિક્સમાંથી સિલ્વર મેડલ જીતવા બદલ કોઈ ઈનામી રકમ મળી નથી. આ ઓલિમ્પિકમાં વર્લ્ડ એથ્લેટિક્સે માત્ર ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે ઈનામની રકમ જાહેર કરી છે.

Shah Jina