Fact Check: હિંદુ યુવતિના હાથ-પગ બાંધી રસ્તા પર નાખી દીધી ? જાણો વાયરલ વીડિયોની હકિકત

બાંગ્લાદેશમાં હિંદુ યુવતિના હાથ-પગ બાંધી રસ્તા પર ખરાબ કામ કરવામાં આવ્યું? જાણો વાયરલ વીડિયોની હકિકત, ધ્રુજી ઉઠશો….

બાંગ્લાદેશની કટ્ટરપંથી પાર્ટી જમાત-એ-ઈસ્લામીએ સ્વીકાર્યું છે કે શેખ હસીનાની સરકારના પતન પછી દેશમાં હિંદુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, એક છોકરીના મોં અને હાથ-પગ પર ટેપ બાંધેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આ વીડિયો બાંગ્લાદેશનો છે, જ્યાં મુસ્લિમોએ એક હિંદુ છોકરીનું અપહરણ કર્યું અને તેના હાથ-પગ બાંધીને તેને રસ્તા પર બેસાડી દીધી.

આ વીડિયોને ફેસબુક પર શેર કરતા એક વ્યક્તિએ લખ્યું, “બાંગ્લાદેશમાં જેહાદીઓની ચુંગાલમાં ઘેરાયેલી એક લાચાર હિંદુ છોકરી, કોઈ મદદ માટે આગળ નથી આવી રહ્યું, થોડા સમય પછી વહશી લોકો તેને પોતાની વાસનાનો શિકાર બનાવીને મારી નાખશે, ભારતના દંભી હિંદુઓ, હજુ પણ સમય છે જાગો.” આજતક ફેક્ટ ચેકમાં ખબર પડી કે આ વીડિયો આ વર્ષે માર્ચનો ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીનો છે. જ્યાં આ છોકરી એક વિદ્યાર્થીની આત્મહત્યાને લઇને પ્રદર્શન કરી રહી હતી.

કીફ્રેમ્સને રિવર્સ સર્ચ કરવા પર આ વીડિયો 18 જુલાઇનો કેટલીક ફેસબુક પોસ્ટ્સમાં મળ્યો, જેનો બાંગ્લા કેપ્શનમાં તેને જગન્નાથ યુનિવર્સિટીનો જણાવવામાં આવ્યો છે. આ પછી ગુગલ મેપ્સ પર બાંગ્લાદેશના ઢાકામાં સ્થિત જગન્નાથ યુનિવર્સિટીની તસવીર દેખાઇ. યુનિવર્સિટીના કેમ્પસમાંએક મૂર્તિ અને બસ દેખાઇ જે વાયરલ વીડિયોમાં પણ જોઇ શકાય છે.

આ પછી આ વીડિયોને શેર કરવાવાળા બાંગ્લાદેશના નોઆખાલી જિલ્લાની રહેવાસી એક યૂટયૂબર અશરફુલ ઇસ્લામ સાથે વાત કરી. અશરફુલે જણાવ્યુ કે- ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીમાં થયેલ એક પ્રદર્શનનો વીડિયો છે, જ્યાં એક છોકરીએ થોડા સમય પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ આજતકને જગન્નાથ યુનિવર્સિટી સાથે સંકળાયેલા એક ફેસબુક એકાઉન્ટથી એક પોસ્ટ મોકલી હતી,

જેમાં કહેવામાં આવ્યું હતું કે આ છોકરી જગન્નાથ યુનિવર્સિટીની વિદ્યાર્થી છે, જે અવંતિકા નામની છોકરીની આત્મહત્યાનો વિરોધ કરી રહી હતી, ત્યારબાદ આ વાતની જાણ થઈ. વાયરલ વીડિયોમાં યુવતીની સાથે અન્ય ઘણી છોકરીઓ મોં બાંધીને વિરોધ કરતી જોવા મળી શકે છે, સ્પષ્ટ છે કે માર્ચમાં બાંગ્લાદેશની એક યુનિવર્સિટીમાં થયેલા પ્રદર્શનનો વીડિયો દેશમાં ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડી પેશ કરવામાં આવી રહ્યો છે.

Shah Jina