...
   

દુનિયાની સૌથી ખૂબસુરત છોકરીઓ રહે છે અહીં, હસીન એટલી કે ચહેેરા પરથી નજર હટાવવી મુશ્કેલ

પાકિસ્તાનની એ જગ્યા જ્યાં 65ની ઉંમરે પણ મહિલાઓ લાગે છે 30ની, જાણો શું છે આ જવાનીનું રહસ્ય

એક તરફ બગડતી લાઇફસ્ટાઇલને કારણે સુંદર દેખાવું અને ત્વચાની સંભાળ રાખવી પણ મુશ્કેલ બની ગઈ છે ત્યાં બીજી તરફ પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારમાં એક એવી ઘાટી છે, જ્યાંની મહિલાઓની સુંદરતાની સરખામણીમાં ભારતના કાશ્મીરની મહિલાઓની સુંદરતા પણ ફિક્કી લાગે છે. આ ઘાટીની સૌથી મોટી ખાસિયત એ છે કે 65 વર્ષની ઉંમરમાં પણ અહીંની મહિલાઓ 25-30 વર્ષની કુંવારી છોકરીઓ જેવી લાગે છે.

આ સાંભળીને તમને આશ્ચર્ય તો થયું જ હશે, પરંતુ આ સત્ય છે. તમારા મનમાં આ સવાલ આવી રહ્યો હશે કે પાકિસ્તાનમાં એવી કઇ જગ્યા છે જ્યાં મહિલાઓ આટલી સુંદર છે ? હુંજા ઘાટી પાકિસ્તાનના ઉત્તરીય પ્રદેશની એક ખીણ છે, જ્યાં હુંઝા સમુદાય રહે છે. અહીંની મહિલાઓની સુંદરતા વિશે કહેવાય છે કે 65-80 વર્ષની ઉંમરમાં પણ વૃદ્ધાવસ્થા તેમને સ્પર્શી શકતી નથી.

Image Source

જણાવી દઈએ કે હુંઝાની મહિલાઓની યુવાની અને સુંદરતાનું રહસ્ય તેમની જીવનશૈલી અને ખાવાની આદતોમાં છુપાયેલું છે. પાકિસ્તાનની હુંઝા ખીણમાં લોકો ખૂબ જ સાદું અને સ્વસ્થ જીવન જીવે છે. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવતા ફળો, શાકભાજી, અનાજ અને દૂધ ખાય-પીવે છે. કહેવાય છે કે ત્યાંના લોકો ડ્રાય ફ્રુટ્સનું ખૂબ સેવન કરે છે. વાસ્તવમાં હુંઝા વેલીમાં રહેતી મહિલાઓની સુંદરતા પાછળનું કારણ તેમની સાદી જીવનશૈલી અને ખીણના બ્લુ ઝોનમાં આવવું છે.

બ્લુ ઝોનમાં એવા સ્થાનોનો સમાવેશ થાય છે જ્યાં લોકો લાંબા સમય સુધી જીવે છે, પછી ભલે તેઓ વૃદ્ધ થાય. એવું પણ કહેવાય છે કે હુંઝાના લોકો 100 થી 150 વર્ષ સુધી જીવે છે.


હુંઝા ઘાટીના લોકોની સારી જીવનશૈલીના કારણે તેમની ઉંમર ભલે વધે પરંતુ તેઓ જુવાન દેખાય છે. જ્યારે તમે સારું ખાઓ છો અને સારું પીઓ છો, ત્યારે તમારું શરીર પણ સારું રહે છે. પાકિસ્તાન મૂળભૂત રીતે નોન-વેજ ખાતો દેશ છે, પરંતુ હુંઝા ઘાટીના લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં નોન-વેજ ખાય છે.

Shah Jina