...
   

અંબાલાલ પટેલની વરસાદની ભુક્કા કાઢી નાખે એવી આગાહી…ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય- જાણો નવી અપડેટ

ગુજરાતમાં ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થઇ ગયા છે. ગઇકાલથી આજે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વડોદરામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને મહત્ત્વની આગાહી કરી છે.

અંબાલાલ અનુસાર, 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલે ખેડૂતોને એક મહત્ત્વની સલાહ આપી છે. 24 ઓગસ્ટથી ઊભા કૃષિ પાકોમાં રોગ ફેલાવાની શક્યતાને પગલે ખેડૂતોએ જંતુનાશક દવાઓના ઉપયોગ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.

બાયો કંટ્રોલના ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં ટ્રાયકો કાર્ડ ઊભા પાકમાં નાખવા, એન.પી.એ.નો છંટકાવ કરવા અને ખેતરમાં પ્રકાશ પિંજર ભારવીને જંતુઓની સમસ્યા પર નિયંત્રણ મેળવવાની સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસશે અને 10થી 12 ઓગસ્ટ દરમિયાન મુંબઈ-મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે.

16થી24 ઓગસ્ટ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પૂરી શક્યતા છે, જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમ-ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે.

Shah Jina