‘તમારો ટોન ઠીક નથી…’ બોલી જયા બચ્ચન તો ભડક્યા જગદીપ ઘનખડ, નડ્ડા લાવ્યા વિપક્ષ વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ
‘તમારો ટોન ઠીક નથી…’, જગદીપ ઘનખડ-જયા બચ્ચનમાં ખૂબ થઇ બહેસ, રાજ્યસભામાં મચ્યો હંગામો
ફરી એકવાર રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને સપા સાંસદ જયા બચ્ચન વચ્ચે જોરદાર ચર્ચા જોવા મળી. શુક્રવારે ઉપલા ગૃહમાં કાર્યવાહી દરમિયાન આ બન્યું. જગદીપ ધનખડે વિપક્ષી સાંસદો પર બંધારણ અને લોકશાહીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ઘનખડના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું કે હું એક સેલિબ્રિટી છું. હું બોડી લેંગ્વેજ સમજું છું. હું એક્સપ્રેશન સમજું છું.
તેણે કહ્યું કે મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. આ સ્વીકાર્ય નથી. જયા બચ્ચનની ટિપ્પણી પર અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા હતા. રાજ્યસભામાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિપક્ષે વોકઆઉટ કરી દીધુ. વિપક્ષના સભ્યોએ ‘દાદાગીરી નહીં ચાલે’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ગૃહના નેતા જેપી નડ્ડા વિપક્ષ સામે નિંદા પ્રસ્તાવ લાવ્યા. જયા બચ્ચન પર નારાજ સ્પીકરે કહ્યું કે તમે મહાન ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે, તમે જાણો છો કે એક એક્ટર ડાયરેક્ટરનો સબ્જેક્ટ છેય તમે મારા ટોન પર સવાલ ઉઠાવી રહ્યા છો.
તેમણે કહ્યું કે આને બર્દાશ્ત નહીં કરુ. તમે સેલિબ્રિટી છો. તેના પર વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું કે તે સંસદના વરિષ્ઠ સભ્ય છે, તમે તેમને કેવી રીતે સેલિબ્રિટી કહી શકો, તેના પર અધ્યક્ષે કહ્યું કે વરિષ્ઠ સભ્ય ખુરશીનું અપમાન કરી રહ્યા છે. મારી પાસે મારી સ્ક્રિપ્ટ છે. વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. હંગામા પર અધ્યક્ષે કહ્યું કે તેઓ ચર્ચામાં ભાગ લેવા માંગતા નથી. તેઓ તેમની ડ્યુટીમાંથી વોકઆઉટ કરી રહ્યા છે.
અધ્યક્ષે 9 ઓગસ્ટ 1942ના ભારત છોડો આંદોલન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર સવાલો ઉઠાવ્યા હતા. અધ્યક્ષે કહ્યું કે આજે તેઓ સંસદમાંથી નીકળી ગયા હતા. વિશ્વ આપણને રિકોગ્નાઇઝ કરી રહ્યુ છે. જનતા વિકાસ જોઈ રહી છે. આપણે વિકાસની યાત્રા પર છીએ. હું આ પ્લેટફોર્મનો સંપૂર્ણ જવાબદારી સાથે ઉપયોગ કરું છું. તેમણે કહ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે. ભારતના પીએમની વૈશ્વિક ઓળખ છે. ભારતે સતત ત્રીજી વખત સરકારનું પુનરાવર્તન કરીને ઈતિહાસ રચ્યો છે. કેટલાક લોકો પાડોશી દેશનું ઉદાહરણ આપી રહ્યા છે.
અધ્યક્ષે કહ્યું કે એક વર્ગ આપણી સંસ્થાઓને નિશાન બનાવી રહ્યો છે. તેમણે રાઇટવિંગ વિચારસરણી ધરાવતા લોકોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છે. વિપક્ષે LOP ના નારા લગાવીને વોકઆઉટ કર્યું. તેમણે ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને પણ ઘેરી હતી અને કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ભંગાણ નથી. આની પાછળ એક સંપૂર્ણ મિકેનિઝમ છે. દરેક નાગરિકે જાણવું જોઈએ કે આ લોકશાહીનું અપમાન છે.
“India is a peaceful and stable country. India has the most functional and vibrant democracy. India has had continuous leadership in its third term, says Rajya Sabha Chairman Jagdeep Dhankhar.”@VPIndia #265Rajyasabhasession #Budget2024 pic.twitter.com/evsgWxZFev
— SansadTV (@sansad_tv) August 9, 2024