...
   

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકને ફરી થયો પ્રેમ ? કહ્યું કે ‘ભગવાન પ્રેમથી ઘેરાયેલી છું હવે જીવવા માટે…’ જાણો સમગ્ર મામલો

ગયા મહિને, 18 જુલાઈના રોજ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં બંનેએ પોતપોતાના ચાહકો સાથે તેમના અલગ થવાના સમાચાર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, બંને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા, જેના પછી ચાહકોને તેમના અલગ થવાનો ખ્યાલ આવી ગયો હતો.

આવી સ્થિતિમાં તેમની પોસ્ટે ચાહકોનું દિલ તોડી નાખ્યું હતુ. અલગ થવાની જાહેરાત પછી જ્યારે ચાહકો હાર્દિકને સતત સમર્થન આપી રહ્યા છે, ત્યારે નતાશા ટ્રોલિંગનો સામનો કરી રહી છે. અભિનેત્રી છૂટાછેડા બાદ પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે અને લગભગ દરરોજ કંઇ ના કંઇ પોસ્ટ શેર કરતી રહે છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

આ સ્ટોરીમાં નતાશાએ પોતાનો એક ફોટો શેર કર્યો છે અને તેની સાથે એક કેપ્શન લખ્યું છે. નતાશાએ લખ્યું, ‘ભગવાનના માર્ગદર્શનમાં, પ્રેમથી ઘેરાયેલા.. આભારમાં જીવતા, ખુશીનો અનુભવ કરતા. જ્યાં નતાશાના ફેન્સ આ પોસ્ટને પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક હાલમાં તેના હોમટાઉન સર્બિયામાં છે.

વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન લગ્નના બંધનમાં બંધાનાર હાર્દિક અને નતાશાએ 2023માં ધામધૂમથી ઉદયપુરમાં હિન્દુ અને ક્રિશ્ચયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી જુલાઈ 2024માં, બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. નતાશા અને હાર્દિક પુત્ર અગસ્ત્યના માતા-પિતા છે. જો કે છૂટાછેડા બાદ અગસ્ત્ય મમ્મી નતાશા સાથે સર્બિયામાં છે.

Shah Jina