વિનોદ કાંબલીને આ શું થઈ ગયું? શોકિંગ વીડિયો, ચાલી પણ નહોતા શક્તા સચિન તેંદુલકરના મિત્ર, લોકોએ આપ્યો સહારો…જુઓ વીડિયો

વિનોદ કાંબલીને આ શું થઈ ગયું?:પૂર્વ ક્રિકેટરને ચાલવામાં પણ ફાંફાં, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીને કોઈ ઓળખની જરૂર નથી. વિનોદ કાંબલી તેમના સમયના મહાન બેટ્સમેન હતા. આ સિવાય તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના બાળપણના મિત્ર છે. વિનોદ કાંબલીએ 17 ટેસ્ટ મેચો સિવાય 104 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 1993 થી 2000 સુધી ભારત માટે રમ્યા હતા.

જ્યારે તે છેલ્લે વર્ષ 2004માં ઘરેલુ ક્રિકેટમાં જોવા મળ્યા હતા. જો કે વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી કે હકીકતમાં વાયરલ વીડિયોમાં જે જોવા મળી રહ્યા છે તે વિનોદ કાંબલી જ છે. વિનોદ કાંબલી પોતાના પગ પર પણ ચાલી શકતા નથી. માત્ર 52 વર્ષની ઉંમરે જ વિનોદ કાંબલીની હાલત ખરાબ થઈ ગઈ છે.

આ બેટ્સમેન નાદુરસ્ત તબિયતથી પીડિત છે અને તેમને ચાલવા માટે સપોર્ટની જરૂર છે. જણાવી દઇએ કે, થોડા વર્ષો પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે તેમને હોસ્પિટલ લઈ જઈને જીવ બચાવ્યો હતો. કાંબલીની આર્થિક સ્થિતિ બહુ સારી નથી.

ક્રિકેટની વાત કરીએ તો વિનોદ કાંબલીએ ભારત માટે 104 વનડે અને 17 ટેસ્ટ મેચ રમી છે. તેમણે ODI ક્રિકેટમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી 2477 રન બનાવ્યા છે. વિનોદ કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં ચાર સદીની મદદથી 1084 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Gupta (@narendra.g333)

Shah Jina