પેરિસ ગેમ્સ ખત્મ…ક્લોઝિંગ સેરેમનીમાં મનુ ભાકર અને શ્રીજેશે થામ્યો તિરંગો, ટોમ ક્રૂઝથી લઇને ગયો ઓલિમ્પિક ફ્લેગ

પેરિસ ઓલિમ્પિકનું શાનદાર સમાપન, ટોમ ક્રૂઝથી લઇને દિગ્ગજ કલાકારોનું પરફોર્મન્સ, મનુ ભાકર-શ્રીજેશે થામ્યો તિરંગો

પેરિસ ઓલિમ્પિક 2024 રવિવાર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ. આ સાથે ઓલિમ્પિક ધ્વજને ઝુકાવી દેવાયો. આગામી ઓલિમ્પિક્સ 2028માં લોસ એન્જલસમાં યોજાશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એક સિલ્વર સહિત કુલ 6 મેડલ જીત્યા. પેરિસમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજધારક હતા.

બંને ખેલાડીઓએ ભારતનો તિરંગો પકડી રાખ્યો હતો. ઓલિમ્પિકમાં ભારતના કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર ક્લોઝિંગ સેરેમનીમાં છેલ્લો મેડલ મહિલા મેરેથોનને મળ્યો. આ પહેલા આ મેડલ પુરૂષ વર્ગમાં આપવામાં આવ્યો હતો, પેરિસ ઓલિમ્પિક્સ રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં સમાપ્ત થઈ.

રંગારંગ સમારોહની વચ્ચે ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની એસ્તાંગુટ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બાખે સંબોધન કર્યું હતું. ટોનીએ કહ્યું કે- આ ઓલિમ્પિક રમતોનો અંત નથી, પરંતુ ઉદ્ઘાટન સમારોહનો અંત છે. રમતો ચાલુ રહેશે. થોમસે લોસ એન્જલસના મેયરને ઓલિમ્પિક ધ્વજ સોંપ્યો હતો.

પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો તેની શરૂઆત ફ્રેન્ચ ગીતથી થઈ હતી. આ પછી પરેડ ઓફ નેશન્સ યોજાઈ. ત્યારબાદ બેલ્જિયન પોપ સિંગર એંજેલે વાન વિક એ પરફોર્મ કર્યું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વોયેજર બેન્ડે ઓલિમ્પિકની શોધ બતાવી.

ફ્રાંસના બૈંડ ફિનિક્સના પરફોર્મન્સમાં એંજેલે, , કમિસ્કી અને રૈપર વનાડાએ પણ પરફોર્મ કર્યુ. પછી પાંચ ગ્રેમી એવોર્ડ વિજેતા ગેબ્રિએલા સરમિએન્ટો વિલ્સને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાયું.હોલિવુડ સ્ટાર ટોમ ક્રૂઝે પણ સમાપન સમારોહમાં પરફોર્મ કર્યુ. તે સ્ટેડિયમની છત પરથી એક રોપની મદદથી નીચે ઉતર્યો અને પથી સિમોન બાઇક્લસ અને લોસ એંજિલ્સના મેયરથી ઓલિમ્પિક ફ્લેગ લઇ બાઇક પર લઇને ચાલ્યો ગયો.

આગળના સીનમાં એક પ્લેનથી ફ્લેગ સાથે જંપ કર્યો અને લોસ એંજિલ્સમાં ઉતર્યો. આ પછઈ છેલ્લે અમેરિકાના મહાન એથલીટ માઇકલ જોનસનને ફ્લેગ સોંપ્યો. આખરે ઓલિમ્પિક મશાલ બુઝાવી સમારોહનો અંત કરવામાં આવ્યો.

Shah Jina