...
   

BREAKING: શ્રાવણના સોમવારે ફેમસ મંદિરમાં મોટી દુર્ઘટના, ભાગદોડમાં 7 લોકોના મોત- જુઓ દર્દનાક તસવીરો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર કોઇના કોઇ દુર્ઘટનાના સમાચાર સામે આવતા રહે છે, ત્યારે હાલમાં બિહારના જહાનાબાદ-મખદુપુરના સિદ્ધેશ્વર મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે સવારે નાસભાગ મચી ગઇ અને આ નાસભાગમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.

બાબા સિદ્ધેશ્વરના જલાભિષેક કરવા માટે આ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. કતારમાં ઉભેલા ભક્તોના ધક્કા-મુક્કીના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો. ઘટના સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ભાગદોડની સૂચના મળતા જ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ અને પોલિસ અધિક્ષક સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહીમાં જોડાયા.

જહાનાબાદના એસએચઓએ જણાવ્યુ કે- ડીએમ અને એસપી ઘટનાસ્થળ પહોંચ્યા છે અને સ્થિતિનો ત્યાગ મેળવી રહ્યા છે. અત્યાર સુધી સાત લોકોના મોતની ખબર છે જ્યારે 35 જેટલા લોકો ઘાયલ છે. જણાવી દઇએ કે, બરાબરની પહાડીમાં સ્થિત એક ખૂબ જ પ્રાચીન ગુફામાં ભગવાન શિવનું મંદિર છે, જે સિદ્ધેશ્વર મંદિરના નામથી પ્રખ્યાત છે. પહાડી પર હરિયાળી વચ્ચે બનેલું આ મંદિર લોકોને સરળતાથી આકર્ષે છે.

સિદ્ધેશ્વરનાથ મહાદેવ મંદિરમાં ભક્તો માત્ર શ્રાવણ માસ દરમિયાન જ નહિ પરંતુ આખું વર્ષ જળ ચઢાવવા આવે છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં ભીડ વધુ વધી જાય છે. આ મંદિરમાં મગધના મહાન સમ્રાટ અશોકના સમયના શિલાલેખો છે, જે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. આ શિલાલેખો આ મંદિરના હજારો વર્ષના ઈતિહાસનો જીવંત પુરાવો છે. તેથી, શિવભક્તો અને પ્રવાસીઓ ઉપરાંત ઇતિહાસમાં રસ ધરાવતા લોકો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે.

Shah Jina