...
   

મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે થયો દુઃખદ અકસ્માત, નાસભાગને કારણે 5 મહિલાઓ સહિત 7 ભક્તોના થયા મોત- જુઓ વીડિયો

બિહારના જહાનાબાદના બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં 7ના મોત, ફૂલવાળા વચ્ચે ઝઘડા બાદ નાસભાગ મચી જતા ભાગદોડમાં 7 લોકોના મૃત્યુ અને 35 લોકો ઘાયલ


પટના: બિહારના જહાનાબાદ સ્થિત બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં અચાનક નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે આ દુર્ઘટનામાં 35 ભક્તો ઘાયલ થયા છે. શ્રાવણ  મહિનાના સોમવારના કારણે સિદ્ધેશ્વરનાથ મંદિરમાં મોડી રાતથી જ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. આ ઘટના સોમવારે બપોરે 1.00 વાગ્યાની આસપાસ બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂલ વેચનાર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેમને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ પછી મંદિરમાં અચાનક ભાગદોડ મચી ગઈ હતી.

જહાનાબાદ શહેર પોલીસ સ્ટેશનના પ્રભારી દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મંદિરમાં નાસભાગને કારણે કેટલાક લોકો દટાયા હતા, જેમાંથી 7 લોકોના મોત થયા હતા, જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેડીયુના જિલ્લા પ્રમુખ દિલીપ કુશવાહાએ શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, “મંદિરમાં રમખાણની માહિતી મળી હતી. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે લગભગ 7 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”

બચાવ કામગીરી ચાલુ છે
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે રવિવાર રાતથી મંદિરમાં મોટી ભીડ એકઠી થવા લાગી હતી અને આ પછી સોમવારે વહેલી સવારે નાસભાગ મચી ગઈ હતી. હાલમાં પોલીસે તમામ 7 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Swt