ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી હાલમાં જ વૃંદાવનના જાણીતા પ્રેમાનંદ મહારાજના દ્વારે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે પ્રેમાનંદજી મહારાજને ભજન પણ સંભળાવ્યું હતું, જેનો વીડિયો પોતે કીર્તિદાને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયોને લાખો લોકો નિહાળી ચૂક્યા છે. વીડિયોમાં તેઓ પ્રેમાનંદજી મહારાજના ચરણોમાં બેસીને ‘જપ લે હરી કા નામ મનવા…’ ભજન ગાતા પણ જોવા મળી રહ્યા છે. જ્યારે કીર્તિદાન ભજન ગાઇ રહ્યા હતા ત્યારે પ્રેમાનંદજી મહારાજ મગ્ન થઇ ગયા હતા. ડાજપ લે હરી કા નામ મનવા… નામ તેરો તન હૈ પ્યારે… આ ગીત તેમના સુમધુર કંઠે સાંભળીને પ્રેમાનંદ મહારાજ પણ ખુશ થઈ ગયા હતા.
જણાવી દઇએ કે, પ્રેમાનંદજી મહારાજને મળવા મથુરાના વૃંદાવન ધામ ખાતે વરાહ ઘાટ પાસે આવેલ શ્રી હિત રાધા કેલી કુંજ ખાતે કીર્તિદાન ગઢવી પહોંચ્યા હતા. મૂળ કાનપુરના પ્રેમાનંદ મહારાજનું સાચું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે અને તેમણે રાધારાની તેમજ ભગવાન કૃષ્ણની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધુ છે.