સેબી પ્રમુખના જવાબે નવા મહત્વપૂર્ણ સવાલ ઊભા કર્યા, હિંડનબર્ગે ઉઠાવ્યા નવા સવાલ, પોસ્ટમાં શેર કર્યા અનેક ડોક્યુમેન્ટ

ICICI બેંકથી કરિયરની શરૂઆત કરનાર SEBI ચેરપર્સન માધબી  બુચ હિંડનબર્ગના નિશાના પર

અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગે તેના નવા રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબીના ચીફ માધબી  પુરી બુચ વચ્ચે કનેક્શનનો દાવો કર્યો છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઓફશોર સંસ્થાઓમાં ઉપયોગ અદાણી મની સાઇકલિંગ સ્કેંડલમાં થયો, તેમાં SEBI અધ્યક્ષની હિસ્સેદારી છે. જો કે, સેબીના વડા માધબી પુરી બુચે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ફંડમાં તેમનું રોકાણ સેબીમાં જોડાયા તેના બે વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું.

માધબી પુરી 1 માર્ચ, 2022થી ભારતના બજાર નિયમનકાર એટલે કે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. બુચ દંપતીએ હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. બુચ દંપતિએ જણાવ્યું કે તેઓએ 2015માં 360 વન એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ (અગાઉ IIFL વેલ્થ મેનેજમેન્ટ) દ્વારા સંચાલિત IPE પ્લસ ફંડ 1માં રોકાણ કર્યું હતું. આ રોકાણ તેમના તરફથી માધબીના પૂર્ણકાલિક સભ્યના રૂપમાં સેબી જોઇન કર્યાના બે વર્ષ પહેલા ત્યારે કરવામાં આવ્યુ હતુ જ્યારે તેઓ પ્રાઇવેટ નાગરિકના રૂપમાં સિંગાપુરમાં રહેતા હતા.

નિવેદન અનુસાર, ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે મુખ્ય રોકાણ અધિકારી અનિલ આહુજા સ્કૂલ અને IIT દિલ્હીથી ધવલના બાળપણના મિત્ર છે અને તેમની પાસે સીટીબેંક, જેપી મોર્ગન તેમજ 3i ગ્રુપ પીએલસીના ભૂતપૂર્વ કર્મચારી તરીકે તેમની પાસે દાયકાઓનો મજબૂત રોકાણ કરિયર હતુ.

સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 10 ઓગસ્ટના હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી.હિંડનબર્ગ તરફથી શનિવારે જારી કરેલ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી ખુલાસો થાય છે કે માધબી બુચ અને તેમના પતિ ધલવે 5 જૂન, 2015ના રોજ સિંગાપુરમાં આઇપીઇ પ્લસ ફંડ 1 ના સાથે પોતાનું એકાઉન્ટ ખોલ્યુ.

જેમાં દંપતિનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર આંકવામાં આવ્યુ છે.હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે ઓફશોર મોરીશસ ફંડની સ્થાપના ઇંડિયા ઇંફોલાઇનના માધ્મયથી અદાણી ગ્રુપના એક નિદેશકે કરી હતી અને આ એક ટેક્સ હેવન મોરીશસમાં રજિસ્ટર્ડ છે.

 

Shah Jina