‘હું હજી પણ પરિણીત છું…’ ઐશ્વર્યા સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે અભિષેક બચ્ચનને તોડી ચુપ્પી, જાણો શું-શું કહ્યુ…

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં સતત એવી અટકળો ચાલી રહી છે કે તેમની વચ્ચે બધુ સારું નથી ચાલી રહ્યું. અભિનેત્રીને ઘણી વખત બચ્ચન પરિવારથી અલગ સ્પોટ કરવામાં આવી છે.

હાલમાં જ ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર અનંત અંબાણીના વેડિંગ ફંક્શનમાં અલગ-અલગ જોવા મળ્યા હતા, જે બાદ સંબંધોમાં તિરાડના સમાચારે વધુ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ અભિષેક બચ્ચનનો એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો, જેમાં અભિનેતા કથિત રીતે તેના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરતો જોવા મળ્યો હતો. જો કે, આ AI જનરેટેડ વીડિયો હતો.

ત્યારે હવે વાત આગળ વધી જતા અભિષેક બચ્ચને પોતે છૂટાછેડાના સમાચાર પર મૌન તોડ્યું છે. તેણે લગ્નની વીંટી બતાવી કહ્યું કે તે હજી પણ પરિણીત છે. અભિષેકે વધુમાં કહ્યું- તેમના છૂટાછેડા અને અણબનાવના સમાચારને વધારીને પેશ કરવામાં આવ્યા છે, આના પર તેણે દુઃખ પણ વ્યક્ત કર્યું.

અભિનેતાએ એમ પણ કહ્યું કે તે સમજે છે કે આવું શા માટે કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કહાનીઓ ફાઇલ કરવાની હોય છે. સેલિબ્રિટી હોવાને કારણે તેણે આ બધું સ્વીકારવું પડશે. જણાવી દઇએ કે, એશ-અભિષેકે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલ એક દીકરી આરાધ્યા બચ્ચનના પેરેન્ટ્સ પણ છે.

Swt