પેરિસ ઓલિમ્પિક ક્લોઝિંગ સેરેમની, થિયેટરમાં બદલાયુ આખુ સ્ટેડિયમ, લાઇટ-સાઉંડ શોએ બનાવી માહોલ બનાવ્યો શાનદાર, જુઓ શું-શું થયુ

લગભગ ત્રણ સપ્તાહ ચાલેલ ઉત્સાહઅને રોમાંચથી ભરપૂર પેરિસ ઓલિમ્પિક 2024ની ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય અનુસાર રવિવારે મોડી રાત્રે 12.30 વાગ્યે અને સ્થાનીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થઇ. સ્ટેટ ડી ફ્રાંસ સ્ટેડિયમમાં યોજાયેલ સમાપન સમારોહમાં મનુ ભાકર અને શ્રીજેશને ભારતીય દળના ધ્વજવાહક પસંદ કરાયા હતા.

શ્રીજેશ ભારતીય હોકી ટીમના મહાનતન ગોલકીપર છે, હોકી ટીમે સતત બીજીવાર બ્રોન્ઝ મેડલ જીત્યો જ્યારે શુટર મનુ ભાકર આઝાદી બાદ એક જ ઓલિમ્પિક ગેમમાં બે મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની છે. ભારતના પ્રદર્શનની વાત કરીએ તો એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે ભારત 71માં સ્થાન પર રહ્યુ.

જો કે, પહેલવાન વિનેશ ફોગાટે મહિલાઓના 50 કિગ્રા કુશ્તી ફાઇનલમાં અયોગ્ય ઘોષિત કરવા વિરૂદ્ધ અપીલ કરી હતી જેના પર નિર્ણય આવવાનો બાકી છે. આ ઓલિમ્પિક રમતોમાં પાકિસ્તાને પણ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસિલ કરી અને એથલેટિક્સમાં પહેલા વ્યક્તિગત ગોલ્ડ મેડલ સાથે 62માં સ્થાન પર રહ્યુ. જણાવી દઇએ કે આ વખતે પહેલીવાર છે કે જ્યારે ઓલિમ્પિક મેડલ ટેલીમાં પાકિસ્તાન ભારતથી ઉપર રહ્યું છે.

પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં પાકિસ્તાનના અરશદ નદીમની જીત ઐતિહાસિક ક્ષણ હતી. પાંચ વખતની ગ્રેમી વિજેતા અને ‘હર’ના નામથી મશહૂર ગ્રેબિએલા સરમિએંટો વિલ્સન 2008માં લોસ એંજિલ્સ ઓલિમ્પિક માટે હૈંડઓવરના અંતર્ગત સ્ટેટ ડિ ફ્રાંસમાં અમેરિકાનું રાષ્ટ્રગીત ગાયુ. ‘હર’ એ પોતાના શાનદાર કરિયર દરમિયાન ઓસ્કર, એમી અને ગ્રેમી પુરસ્કાર જીત્યા છે,

કેલિફોર્નિયાની 27 વર્ષિય સિંગરે ‘આઈ કાન્ટ બ્રીથ’ માટે 2021માં સોંગ ઓફ ધ યરનો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. હવે પેરિસ ઓલિમ્પિક આવતી વખતે એટલે કે 2028માં લોસ એન્જલસમાં યોજાશે, 1984 અને 1932 પછી 2028માં ત્રીજી વખત લોસ એન્જલસમાં ઓલિમ્પિકનું આયોજન થશે.

Shah Jina