ઓલિમ્પિકમાં ટોમ ક્રૂઝનો જલવો: 160 ફૂટથી કૂદકો, પેરિસમાં દોડાવી બાઇક, જબરદસ્ત સ્ટંટ જોઇ ઉડ્યા લોકોના હોંશ- જુઓ વીડિયો

ઓલિમ્પિક ક્લોઝિંગ સેરેમની 62 વર્ષિય ટોમ ક્રૂઝનો જલવો, જબરદસ્ત સ્ટંટ જોઇ ઉડ્યા લોકોના હોંશ- જુઓ વીડિયો

પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ટોમ ક્રૂઝે દોરડાની મદદથી સ્ટેડિયમની છત પરથી નીચે ઉતરીને શાનદાર એન્ટ્રી કરી હતી. 2028માં યોજાનારી આગામી ઓલિમ્પિક્સનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં થવાનું છે. તે લોસ એન્જલસની યજમાની માટે ઓલિમ્પિક ધ્વજ સોંપવા મોટરસાઇકલ પર સ્ટેડિયમની બહાર આવ્યો હતો.

પોતાના અદ્ભુત સ્ટંટ માટે પ્રખ્યાત ક્રૂઝ લગભગ 160 ફૂટની ઊંચાઈથી કૂદી સ્ટેડિયમમાં ઉતર્યો હતો. દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ટોમનું સ્વાગત કર્યું. ટોમ ક્રૂઝ લોસ એન્જલસના મેયર કૈરેન બાસ પાસે ગયો અને તેમની પાસેથી ઓલિમ્પિક ધ્વજ લીધો. કૈરેન સાથે અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ પણ હાજર હતા. ધ્વજ લીધા બાદ ક્રુઝ સ્ટેજની નીચે ગાયબ થઈ ગયો.

થોડી જ વારમાં 62 વર્ષિય ક્રૂઝ એક બાઇક પર સવાલ થઇ સ્ટેડિયમથી બહાર નીકળ્યો, જેની પાછળ ઓલિમ્પિક ધ્વજ લાગેલ હતો. તેના સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનો અંદાજ કોઇ એક્શન ફિલ્મના સીન જેવો હતો. તે એફિલ ટાવર પાસેથી પણ પસાર થયો હતો. તે બાઇક સાથે વિમાનમાં પહોંચી ગયો અને આ પછી એક પ્રી-રેકોર્ડેડ વિડિયો ચલાવવામાં આવ્યો,

જેમાં ક્રૂઝ હોલીવુડના પ્રખ્યાત ‘હોલીવુડ સાઇન’ પર સ્કાઇડાઇવિંગ કરતો જોવા મળ્યો હતો. આ સાઇનમાં ઓલિમ્પિક રિંગ્સ સુંદર રીતે મૂકવામાં આવી હતી. ટોપ ક્રૂઝ પણ એ જ હોલિવૂડ સાઈન પર ઊભો હતો. અમેરિકામાં 32 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. છેલ્લી વખત અમેરિકાએ 1996માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી હતી.

ઓલિમ્પિક ઈતિહાસમાં અમેરિકા સૌથી સફળ દેશ છે. પેરિસ ઓલિમ્પિકમાં અમેરિકા મેડલ ટેલીમાં પણ ટોચ પર છે. તેણે 40 ગોલ્ડ સાથે 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો. ચીને પણ 40 ગોલ્ડ મેડલ જીત્યા હતા પરંતુ તેના સિલ્વર મેડલ અમેરિકા કરતા ઓછા છે, એટલે તે બીજા સ્થાને છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!