હાર્ટ એટેકથી 35 વર્ષની મશહૂર સિંગરનું નિધન, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ફેલાયો માતમ

કોક સ્ટુડિયો ફેમ હનિયા અસલમનું હાર્ટ એટેકથી નિધન, 35ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ- શોકમાં ડૂબી ઇન્ડસ્ટ્રી

પાકિસ્તાની સંગીતકાર હનિયા અસલમનું નિધન થયું છે. તેની ઉંમર માત્ર 35 વર્ષ હતી. હનિયા સિંગર ઝેબ હનિયાના કઝિન છે. એવું કહેવાય છે કે 11 ઓગસ્ટ રવિવારના રોજ હનિયાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતુ. હનિયા ઝેબની પિતરાઈ બહેન હતી અને તેઓએ સાથે મળીને ઘણી અદ્ભુત ધૂન રચી હતી. ખાસ કરીને કોક સ્ટુડિયો પાકિસ્તાન પર.

શોમાં બંનેના હિટ ગીતોમાં ‘ચલ દિયે’ ગીત પણ સામેલ છે, જેને ચાહકો અને સંગીત પ્રેમીઓએ ખૂબ પસંદ કર્યું હતું. પાકિસ્તાની સંગીતકાર હનિયા અસલમનો જન્મ વર્ષ 1989માં થયો હતો, તેણે ઝેબ અને હાનિયા સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને તે પછી પોતાના દમ પર સફળ કારકિર્દી બનાવી. તેમના સંગીત અને ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

તેમના નિધનના સમાચારથી સમગ્ર પાકિસ્તાની સંગીત ઉદ્યોગ શોકમાં ગરકાવ છે. દરેક લોકો તેમને યાદ કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોમવારે સવારે સિંગર ઝેબે ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ સાથે હનિયાની કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘હનિની’.

પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરી તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. જણાવી દઈએ કે, હનિયા અસલમનો જન્મ કરાચીમાં થયો હતો. તે એક ફેમસ પાક મ્યુઝિશિયન હતી અને વર્ષ 2007થી મ્યુઝિકની દુનિયામાં એક્ટિવ હતી. હનિયાએ પહેલીવાર કઝિન બહેન ઝેબ બંગશ સાથે પોતાની સંગીતની કળાને પશ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Zeb 🎤🎧🎶 (@zebbangash)

Shah Jina