...
   

શું ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વાસ્તવિક સોનાનો બનેલો છે? જાણો વેચવા પર મળશે કેટલા પૈસા

ઓલિમ્પિકમાં જીતવા માટે આપવામાં આવતા ગોલ્ડ મેડલમાં હોય છે બીજીધાતુઓ, તેમાં સંપૂર્ણ નથી હોતું સોનું, પરંતુ તેમાં હોય છે ભેળસેળ, આ મેડલનું વજન લગભગ 529 ગ્રામ…

ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું દરેક ભારતીય એથ્લેટનું સપનું હોય છે, જેનાથી વૈશ્વિક સ્તરે દેશની પ્રતિષ્ઠામાં વધુ વધારો થાય. પેરિસમાં  ઓલિમ્પિક ચાલી રહી હતી અને દરેક ભારતીયની નજર પેરિસ ઓલિમ્પિક મેડલ પર છે. આમાં પણ નજર ગોલ્ડ મેડલ પર છે.

મેડલમાં કેટલું ગોલ્ડ છે?
હવે સવાલ એ છે કે ગોલ્ડ મેડલમાં કેટલું સોનું છે ? તો તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અનુસાર ગોલ્ડ મેડલમાં કુલ 6 ગ્રામ સોનું જોવા મળે છે. જો ભારતીય રૂપિયામાં તેની કિંમત જોઈએ તો તેની કિંમત અંદાજે 80 હજાર રૂપિયા છે.તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવેલા મેડલનું કુલ વજન 529 ગ્રામ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એફિલ ટાવરના કેટલાક ભાગોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેનું મહત્વ પણ વધારે છે.

સિલ્વર મેડલ શુદ્ધ ચાંદીથી બનેલો છે
ઓલિમ્પિક ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ સંપૂર્ણપણે સિલ્વરથી બનેલો છે. આમાં પણ કોઈપણ પ્રકારનું મિશ્રણ નથી.

આ રીતે બ્રોન્ઝ મેડલ તૈયાર થાય છે
ઓલિમ્પિક ગેમ્સમાં આપવામાં આવતો બ્રોન્ઝ મેડલ તાંબા, ટીન અને જસતથી બનેલો હોય છે.

ઓલિમ્પિક મેડલ ક્યાં તૈયાર થાય છે?
હવે સવાલ એ છે કે ઓલિમ્પિક મેડલ ક્યાં બને છે ? તો તમને જણાવી દઈએ કે દરેક વખતે ઓલિમ્પિક મેડલ અલગ-અલગ કંપનીઓ બનાવે છે. વર્ષ 2024 માટેનો ઓલિમ્પિક મેડલ મોનેટ-ડી-પેરિસ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, જાપાન ટંકશાળ દ્વારા ટોક્યો ઓલિમ્પિકના ચંદ્રકો તૈયાર કરવામાં આવ્યા હતા.

Swt