સંસ્કાર હોય તો આવા, લગ્નના એક મહિના પછી ગળામાં મંગળસૂત્ર, સાદા કપડામાં મંદિરે આવ્યા અનંત રાધિકા, વિદેશમાં ભક્તિમાં ડૂબ્યુ- જુઓ
બોલિવૂડ સ્ટાર્સ કરતાં આ દિવસોમાં જો સૌથી વધુ કોઇની ચર્ચા થઇ રહી છે તો તે છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ. આ બંને તેમની પ્રી-વેડિંગ સેરેમનીથી જ ચર્ચામાં છે અને લગ્ન એક મહિના બાદ હજુ પણ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. આ કપલ લોકોનું દિલ જીતવાની કોઈ તક છોડતુ નથી. પોતાના અભિવ્યક્તિ અને વર્તનથી તેઓ લોકોને પોતાના ચાહક બનાવી રહ્યા છે. લગ્નના થોડા દિવસો બાદ ઓલિમ્પિકની વચ્ચે પેરિસમાં સમય વિતાવ્યા બાદ આ કપલ હવે પનામા પહોંચી ગયું છે.
પનામામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મસ્તી સાથે ભક્તિમાં મગ્ન પણ જોવા મળ્યા. બંનેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને મંદિરમાં પૂજા કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો વીડિયો જોઇ બંનેના વખાણ કરતા થાકતા નથી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઇ શકાય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પનામાના કૃષ્ણ મંદિર દર્શન કરવા પહોંચ્યા છે.
મંદિરમાં પ્રવેશ્યા પછી અનંત અને રાધિકા બંને ભગવાન સમક્ષ માથું નમાવે છે અને પછી ત્યાં હાજર લોકોને મળે છે. આ વીડિયો જોયા પછી લોકો બંનેના વખાણ કરતા થાકતા નથી. લોકો કહે છે કે વિદેશમાં પણ તેઓ તેમના સારા આચરણને ભૂલતા નથી. એટલું જ નહીં, ઘણા લોકો એવું પણ કહે છે કે આ બંને જમીન સાથે જોડાયેલા છે. એવા ઘણા લોકો છે જેઓ કહી રહ્યા છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ભારતીય સભ્યતામાં પૂરો વિશ્વાસ છે.
લુકની વાત કરીએ તો, આ દરમિયાન રાધિકા ફ્લોરલ કોર્ડસેટમાં જ્યારે અનંત અંબાણી પ્રિન્ટેડ બ્લુ શર્ટ અને કેપરીમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, અનંત અને રાધિકાએ ગયા મહિને 12 જુલાઈના રોજ ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા. બે પ્રી-વેડિંગ ફંક્શન્સ પછી તેમના લગ્ન લગભગ 15 દિવસ સુધી ચાલ્યા. લગ્ન પૂર્ણ થયા બાદ એક ભવ્ય આશીર્વાદ સમારોહ અને રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
મુંબઈમાં તમામ કાર્યક્રમો પછી કપલ જામનગર પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ પછી તરત જ અંબાણી પરિવાર પેરિસ પહોંચ્યો અને ઓલિમ્પિક દરમિયાન નીતા અંબાણી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળ્યા. ત્યારે હવે આ પછી અનંત-રાધિકા પનામા પહોંચી ગયા છે. મોલમાં શોપિંગથી લઈને મંદિરમાં જવા સુધીના તેમના અનેક વીડિયો સામે આવી રહ્યા છે.
View this post on Instagram