બ્રાઝિલથી એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. સાઓ પાઉલો શહેરના બહારી ક્ષેત્રમાં એક પ્લેન ક્રેશ થઇ ગયું. આ પ્લેનમાં કુલ 62 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. રીપોર્ટ અનુસાર, આ માહિતી બ્રાઝિલના નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાની ચપેટમાં ઘણા ઘરો પણ આવ્યા હતા, પ્લેનનો કાટમાળ પડવાથી ખૂબ નુકસાન થયું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ કહ્યું કે એવું લાગે છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા છે. તેમણે ટ્વિટર પર એક વિડિયોમાં લોકોને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.
તેમણે લખ્યુ- “હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઊભા રહે જેથી આપણે એક મિનિટનું મૌન પાળી શકીએ કારણ કે સાઓ પાઉલોના વિન્હેડો શહેરમાં એક વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા, એવું લાગે છે કે તે બધા મૃત્યુ પામ્યા છે.’ પ્લેન અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિમાન કાગળની જેમ હવામાં ફરતું જોવા મળે છે.
પ્લેન જમીન પર પડ્યા બાદ કાળો ધુમાડો આકાશમાં ઉછળતો પણ વીડિયોમાં જોવા મળે છે. વિમાન એક ઝાડ પાસે પડ્યું હતુ અને પડતાની સાથે જ આગ પણ ફાટી નીકળી હતી. ATR-72 પ્લેન 17000 ફૂટની ઊંચાઇપર હતુ, બે મિનિટની અંદર તે 4000 ફૂટ નીચે પડ્યુ અને આ પછી તેનું જીપીએસ સિગ્નલ નક્શા પર ના દેખાયુ, ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં આગની લપટો અને ધુમાડો જોઇ શકાય છે.
🚨🇧🇷Major plane crash in Brazil!
Expected dead 58 Passengers and 4 crew!
Plane exploded near houses but no people damaged yet on the ground hopefully.
More updates to come! pic.twitter.com/tgX4MS29ig
— James Rizk (@JamesRizk1) August 9, 2024