ના ગાડી છે ના ઓફિસ…બર્બાદ થયા મનોજ બાજપેયીની ‘જોરમ’ના ડાયરેેક્ટર ! ભાડુ ચૂકવવાના પણ નથી પૈસા

કંગાળ થયા બોલીવુડની આ મોટી હસ્તી, ભાડુ ચૂકવવાના પણ નથી પૈસા, બોલ્યા- બર્બાદ થઇ ગયો, જુઓ તસવીરો

ફિલ્મમેકર દેવાશિષ માખીજાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. અજ્જી, ભોંસલે અને જોરમ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા દેવાશિષે જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને જાળવી રાખવી તેમના માટે કેટલું મુશ્કેલ હતું. તેમની પ્રથમ ફીચર ફિલ્મ રિલીઝ થવામાં 14 વર્ષ લાગ્યાં. તે છેલ્લા 2 દાયકાથી મુંબઈમાં રહે છે, પરંતુ હજુ સુધી પોતાને આર્થિક રીતે સુરક્ષિત કરી શક્યા નથી.

એક ઈન્ટરવ્યુમાં ડિરેક્ટરે કહ્યું- આજે પણ જ્યારે હું કોઈ અભિનેતાને ફોન કરું છું અથવા તેમને મળવાનું આમંત્રણ આપું છું તે કહે છે- તમારી ઓફિસ ક્યાં છે ? હું કહું છું- મારી પાસે ઓફિસ નથી. તમે મને કહો કે ક્યાં આવવું છે અથવા તો આપણે કોફી શોપમાં મળીએ. હું તમને કહીશ કે કઈ કોફી શોપ છે કારણ કે મને વર્સોવાની બધી કોફી શોપ પરવડે તેમ નથી. અત્યારે પણ હું જીવનના આવા તબક્કામાં ઉભો છું તેઓ મને સ્ટુડિયોમાં મળવા બોલાવે છે.

એક્ઝિક્યુટિવ પૂછે છે કે મારે કાર ક્યાં પાર્ક કરવી છે ? હું કહું છું- મારી પાસે કાર નથી, સ્કૂટર પણ નથી. તેથી જ તેઓ મને પૂછે છે કે હું કેવી રીતે આવીશ. હું તેમને કહું છું કે જો લોકેશન નજીકમાં હોય તો ઓટો દ્વારા અને દૂર હોય તો હું બસમાં. 20 વર્ષ પછી અને ચાર ફીચર ફિલ્મો કર્યા પછી પણ મારા માટે આ વસ્તુઓ બદલાઈ નથી. મારી પાસે ભાડું ચૂકવવાના પણ પૈસા નથી. તાજેતરની ફિલ્મ જોરામે આર્થિક રીતે બરબાદ કરી દીધો છે.

માખીજાએ કહ્યું કે 2008ની મંદી પછી દુનિયા હંમેશ માટે બદલાઈ ગઈ. તેમના ઘણા પ્રોજેક્ટ હોલ્ડ પર મૂકવામાં આવ્યા હતા, તેથી તેમણે સબટાઈટલ અને બાળકોના ચિત્ર પુસ્તકો લખીને પોતાની સંભાળ લીધી. તેમણે કહ્યું કે તે નથી જાણતા કે તેમની આગામી ફિલ્મ કઈ હશે, કારણ કે લીલી ઝંડી આપવી તેના બસમાં નથી. તે કહે છે, ‘હું એક સાથે 8 કહાનીઓ પર કામ કરી રહ્યો છું, કારણ કે મને ખબર નથી કે કઈ વાર્તાને ગ્રીન સિગ્નલ મળશે…’

Shah Jina