...
   

ગોવિંદાની ભાણી આરતી સિંહે પતિને ખુલ્લેઆમ કર્યુ લીપ-લોક, નવી નવેલી દુલ્હન લગ્નના 4 મહિના બાદ બીજા હનીમુન પર- જુઓ તસવીરો

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ આરતી સિંહ લગ્ન બાદથી ઘણી ચર્ચામાં છે. આરતીએ લગ્ન બાદ પહેલીવાર ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કર્યો અને આ અવસર પર પતિ દીપક ચૌહાણ સાથેની તેણે કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આરતી સિંહે થોડા મહિના પહેલા જ મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના ચાર મહિના બાદ પણ આ કપલ હનીમૂન માણી રહ્યું છે. તાજેતરમાં જ બંને ફરી એકવાર વિદેશમાં એકબીજા સાથે રોમાન્ટિક કરતા જોવા મળ્યા હતા. આરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીપક ચૌહાણ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.

એક તસવીરમાં આરતી સિંહ તેના પતિ દીપકના ખોળામાં બેઠી છે, જ્યારે બીજી તસવીરમાં કપલ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના પોસ્ટર આગળ ઊભા રહીને પોઝ આપી રહ્યા છે. અન્ય એક તસવીરમાં આરતી-દીપક લિપ-લૉક કરતા પણ જોવા મળે છે. આ તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે આરતીએ તેના પતિ દીપક ચૌહાણ માટે ખૂબ જ ખાસ નોટ પણ લખી.

અભિનેત્રીએ લખ્યું, ‘મારા કાયમના શ્રેષ્ઠ મિત્રને હેપ્પી ફ્રેન્ડશિપ ડે.. મને મારું બાળપણ પાછું આપવા બદલ આભાર.. હું તમારી આસપાસ એક બાળક જેવું અનુભવું છું. આઈ લવ યુ’. આરતી સિંહની આ પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમારા પતિથી સારો કોઈ મિત્ર નથી,

જ્યારે બીજા યુઝરે લખ્યું- તમે બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો. જણાવી દઇએ કે, આ દિવસોમાં આરતી સિંહ કામમાંથી બ્રેક લઈ લગ્નજીવનનો આનંદ માણી રહી છે. તે થોડા દિવસ પહેલા જ બરફની વાદીઓમાં ફરવા ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આરતી સિંહ બોલિવૂડ સ્ટાર ગોવિંદાની બહેનની દીકરી છે.

Shah Jina