‘છોકરાએ હાથ પકડ્યો, પૂછ્યુ- તારો ભાવ શું છે ?’ મોલમાં પતિ-દિયર સાથે ગયેલી છોકરી સાથે છેડતી- જુઓ તસવીરો

પતિ-દિયર સાથે મોલમાં ગયેલી છોકરીને પૂછ્યુ- તારો ભાવ શું છે ? રડતા-રડતા જણાવી આપવીતી- જુઓ તસવીરો

નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં ફરી એકવાર બવાલ મચી ગઇ. મોલની અંદર એક સાથે બે પક્ષો સામસામે આવી ગયા, એક પક્ષ પર મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. GIP પોસ્ટની બહાર એક મહિલાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 1 મિનિટ 59 સેકન્ડના વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલાએ અશ્લીલતાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા છે. જો કે, આ અંગે બંને પક્ષોએ પોલીસમાં કોઈ લેખિત ફરિયાદ કરી નથી.

આ સમગ્ર ઘટના રવિવારે બની હોવાનું કહેવાય છે. જ્યારે સેક્ટર-38એ સ્થિત ગાર્ડન ગેલેરિયા મોલમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે સ્થળ પર માહિતી મળ્યા બાદ પોલીસ બંને પક્ષોને જીઆઈપી પોસ્ટ પર લઈ ગઈ હતી. પીડિત યુવતીએ વાયરલ થઈ રહેલા વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે અન્ય પક્ષના લોકોએ તેનો રેટ પૂછ્યો હતો. યુવતીએ પોતાનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તે સવાલ કરી રહી છે કે શું આ યોગી આદિત્યનાથનો ન્યાય છે.

આ હાઇટેક સિટી છે. એક મહિલાનો આરોપ છે કે તે તેના પતિ અને દિયર સાથે હતી, જ્યાં એક પક્ષનાા યુવકોએ તેની સાથે ગેરવર્તણૂક કરી અને જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને તેના પતિ-દિયરને કહ્યું તો બીજા પક્ષ સાથે પતિ-દિયર વાત કરવા લાગ્યા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઈ. મહિલાના વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે બીજા પક્ષની યુવતીએ તેના પિતાને ડીએસપી કહીને ધમકી આપી. તેને અને તેના પરિવારને ખોટા આરોપમાં ફસાવીને જેલમાં મોકલાવી દેશે.

તો બીજા પક્ષ એ પણ આક્ષેપો કર્યા છે. અન્ય પક્ષનો દાવો છે કે મહિલાની સાથે આવેલા પુરુષે નાચતા નાચતા છોકરીનો હાથ પકડી લીધો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે ઝઘડો થયો, જોકે, જ્યારે પોલીસે બંને પક્ષોને જીઆઈપી પોસ્ટ પર તેમની લેખિત ફરિયાદો આપવાનું કહ્યું તો પક્ષકારોએ ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો અને સમાધાનની વાત કરી.

Shah Jina