‘વર્કઆઉટ કરતા પડી જઉ છું…’ હિના ખાને વ્યક્ત કર્યુ કેન્સરનું દર્દ. ચાહકો બોલ્યા- અલ્લાહ કરે તમને…

ટીવી અને બોલિવુડ એક્ટ્રેસ હિના ખાન અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી હેલ્થ અપડેટ આપતી રહે છે. ત્યારે હાલમાં જ એક્ટ્રેસે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે જણાવ્યુ કે કેન્સરના ત્રીજા સ્ટેજ પર તેને કઇ કઇ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિના ખાનની આ ભાવનાત્મક પોસ્ટ પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ પોતાની દિલની લાગણી વ્યક્ત કરી છે. હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે અને હાલમાં કીમોથેરાપી કરાવી રહી છે. તે તેના ફેન્સને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતી રહે છે.

હિનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે વર્કઆઉટ સેશન દરમિયાન તેના પગ સુન્ન થઈ જાય છે, જેના કારણે તે કંટ્રોલ ગુમાવી બેસે છે અને પડી જાય છે. તે તીવ્ર પીડા અનુભવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે તેના વર્કઆઉટ સેશન માટે વરસાદમાં પણ વોક કરી જતી જોવા મળી રહી છે. તેણે પિંક ટેન્ક ટોપ સાથે બ્લેક જોગર્સ પહેર્યા છે. આ દરમિયાન તેના હાથમાં એક છત્રી પણ છે. આ વીડિયો સાથે અભિનેત્રીએ એક લાંબી નોટ લખી છે.

તેણે લખ્યુ- ‘તમારું બહાનું શું છે? તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે કસરત અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીમારીમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. દરરોજ વ્યાયામ કરવાથી તમે માત્ર શારીરિક રીતે જ નહિ મજબુત અનુભવો પણ તેનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે. સ્વસ્થ મન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’

આગળ અભિનેત્રીએ લખ્યું, ‘મારી કીમો ટ્રીટમેન્ટ દરમિયાન મને ગંભીર ન્યુરોપેથિક પીડાનો સામનો કરવો પડે છે, જેના કારણે મારા પગ અને અંગૂઠા મોટાભાગે સુન્ન થઈ જાય છે. હું મારા પગ પરનો કાબૂ ગુમાવી દઉં છું અને પડી જાઉં છું. પરંતુ હું ફક્ત બેક અપ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું દરેક વખતે ઉઠવા માટે મારી શક્તિનો ઉપયોગ કરું છું.’

પોસ્ટના અંતમાં અભિનેત્રીએ લખ્યું, ‘જ્યારે પણ મને લાગે છે કે હું ઉઠીને કામ કરી શકતી નથી, હું વધુ મહેનત કરું છું. કારણ કે મારી શક્તિ, મારી ભાવના અને મારી ઇચ્છાશક્તિ સિવાય મારી પાસે બીજું શું છે.. તો, તમારું બહાનું શું છે? દુઆ.’ હિનાની આ પોસ્ટ પર લોકો તેની સલામનતીની પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અલ્લાહ તમને મારી ઉંમર આપે અને કોઈ ચમત્કાર થાય, તમે સ્વસ્થ થાઓ, આ અલ્લાહને મારી પ્રાર્થના છે.

 

View this post on Instagram

 

A post shared by (@realhinakhan)

Shah Jina