ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે જે સંબંધોને શર્મશાર કરે છે, ત્યારે હાલમાં જ સુરતના ડીંડોલી પોલીસ મથકમાં એક 15 વર્ષીય દીકરીએ પોતાની ફરિયાદમાં જે લખાવ્યુ તે સાંભળી તે પોલિસ પણ ચોકી ઉઠી. સગીરાના શબ્દો હતા ‘પિતા રાત્રે સાથે સૂવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે, પછી એવું કહે છે કે જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ…’

એક દીકરીની આપવીતી સાંભળ્યા બાદ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી અને નરાધમ પિતાની ધરપકડ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડીંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરા જ્યારે ડીંડોલી પોલીસ મથકે પહોંચી ત્યારે તેને શોધતાં શોધતાં પરિવારના સભ્યો પણ પહોચ્યા. તેણે પોલીસને એક ફરિયાદ કરવાનું કહ્યું હતું અને પોતાની આપવીતી જણાવી.

સગીરાએ જણાવ્યુ- તેના પિતા રાતે તેની પાસે આવે છે અને સૂવા માટે દબાણ કરે છે તેમજ છેડતી પણ કરે છે. જો વિરોધ કરું તો ગુસ્સે થાય છે અને પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપે છે. સગીરાની ફરિયાદ બાદ પોલિસે આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો.

સગીરાની માતા વતન ગઈ હોવાને કારણે પિતાએ ગેરલાભ ઉઠાવ્યો અને આ કૃત્ય કર્યું. એવું સામે આવ્યુ છે કે, સગીરા સાથે અઠવાડિયા પહેલાં પણ આ કૃત્ય થયું હતું. ફરીવાર આવી ઘટના બનતા એક મહિલાને તેણે આ અંગે વાત કરી અને આ પછી મહિલાએ હિંમત આપતા તે સ્કૂલ યુનિફોર્મમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી.
