...
   

ઇંટીમેટ સીન આપવાથી પરહેજ નથી કરતી નાગા ચૈતન્યની નવી નવી મંગેતર, બોલ્ડનેસ જોઇ થઇ જશો મદહોંશ- જુઓ તસવીરો

સાઉથ એક્ટર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ ગત રોજ એટલે કે 8 ઓગસ્ટે ​​ઈન્ડસ્ટ્રીની સુપર બોલ્ડ એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. ચૈતન્ય અને શોભિતાએ તેમના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા. સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડાના 3 વર્ષ બાદ નાગા ચૈતન્ય તેના જીવનમાં આગળ વધી ગયો અને તેણે ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીને તેની મંગેતર બનાવી.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

નાગા ચૈતન્યની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે, પરંતુ તેની મંગેતર શોભિતાનું નામ બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શોભિતા ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. શોભિતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલમાં ખલબલી મચાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

હવે તેણે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા બતાવી છે. શોભિતા ધુલીપાલાએ ‘ધ નાઈટ મેનેજર’ અને ‘મેડ ઈન હેવન’ જેવી વેબ સિરીઝમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. બોલ્ડનેસના મામલે શોભિતા એક અલગ જ ચાર્મ ધરાવે છે અને તેની એક્ટિંગની સાથે સાથે તે પોતાની હોટનેસ માટે પણ લોકો વચ્ચે જાણીતી છે. ‘ધ નાઈટ મેનેજર’માં આદિત્ય રોય કપૂર સાથેની શોભિતાની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

નાગા ચૈતન્યની મંગેતર શોભિતા ધુલીપાલા અવારનવાર તેના હોટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શોભિતાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક ખાસ ઓળખ બનાવી છે. શોભિતાએ 2016માં અનુરાગ કશ્યપની રમન રાઘવ 2.0થી અભિનયની શરૂઆત કરી હતી. તે ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

શોભિતાએ ગુડાચારી, મેજર, મૂથોન, કુરુપ, પોનીયિન સેલવન: I અને II જેવી ફિલ્મોમાં તેની અભિનય કુશળતા સાબિત કરી છે. જણાવી દઇએ કે, 8 ઓગસ્ટે નાગા ચૈતન્યના પિતા નાગાર્જુને કપલની સગાઈની તસવીરો શેર હતી. નાગા અને શોભિતાની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, વર્ષ2022માં ચૈતન્ય હૈદરાબાદમાં મેડ ઇન હેવન સ્ટાર શોભિતાને મળ્યો. તે સમયે અભિનેત્રી હૈદરાબાદમાં તેની ફિલ્મ ‘મેજર’નું પ્રમોશન કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by GQ India (@gqindia)

અહેવાલ મુજબ, તેણે કેટલીક પ્રમોશનલ ઇવેન્ટ્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન શોભિતાએ નાગા ચૈતન્ય અને તેના કેટલાક મિત્રો સાથે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ પાર્ટી દરમિયાન તેઓ સાથે સ્પોટ થયા હતા. તેમની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને ટૂંક સમયમાં જ તેઓ ડેટિંગ કરવા લાગ્યા. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 2022માં રિલેશનશિપમાં હોવાની અફવાઓ ફેલાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

માર્ચ 2023માં ચૈતન્યની તસવીરના બેકગ્રાઉન્ડમાં શોભિતા જોવા મળ્યા બાદ અફવાઓનું બજાર વધુ ગરમાયું. આખરે ગુપ્ત રીતે ડેટિંગ કર્યા બાદ કપલે સગાઈ કરી લીધી અને આખી દુનિયાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં કપલ લગ્ન કરશે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.

Shah Jina