ગુજરાતીઓ થઇ જજો સાવધાન, અંબાલાલ પટેલની આગાહી ! સાતમ-આઠમ, રક્ષાબંધનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ…

હાલ તો અમદાવાદ સહિત ગુજરાતમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ગત રોજ કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે અંબાલાલ પટેલે ઓગસ્ટમાં આવતા તહેવાર એટલે કે રક્ષાબંધન અને સાતમ-આઠમમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ- 8,9 અને 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, ધોળકા, બોટાદ તેમજ સુરેન્દ્રનગરના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં કે જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી થયો ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યુ- 15 ઓગસ્ટ પછી વાયુ મંડળમાં એટમોસ્ટ વેવના કારણે બંગળનો ઉપસાગર સક્રિય રહેશે જેને કારણે ઓગસ્ટના અંતિમ ભાગમાં અને સપ્ટેમ્બરમાં લા ની નોની કન્ડિશન કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા રહશે.

17થી24 તારીખ દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા રહશે. આ ઉપરાંત અંબાલાલે જણાવ્યુ- દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા રહશે. ભારે પવનના કારણે પાકના પડી જવાની જ્યારે 24 ઓગસ્ટથી કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે.

Previous Article

અંબાણીનો નવો પડોશી બન્યો આ બિઝનેસ પરિવાર, ખરીદ્યુ 500 કરોડનું ઘર- જુઓ તસવીરો

Next Article

પેરિસ ઓલિમ્પિક: સ્વિમિંગ પુલમાં અમેરિકન મહિલા ખેલાડીઓએ અંડર વોટર 'તાલ સે તાલ મિલા' ગીત પર આપ્યું ગજબનું પરફોર્મન્સ, જુઓ

error: Protected Content!