અંબાણીનો નવો પડોશી બન્યો આ બિઝનેસ પરિવાર, ખરીદ્યુ 500 કરોડનું ઘર- જુઓ તસવીરો

કોણ છે અનિલ અંબાણીના નવા પડોશી, ક્યારેક ખરીદી હતી બ્રિટનની મહારાણીની કાર, હવે ખરીદ્યો 500 કરોડનો બંગલો- જુઓ તસવીરો

માયાનગરી મુંબઈ સપનાનું શહેર છે, દેશની આર્થિક રાજધાની છે. મુંબઇમાં ફિલ્મ સ્ટાર્સ અને ઘણા મોટા ઉદ્યોગપતિઓના ઘર છે. સરકારી ઓફિસોથી લઈને મોટી કંપનીઓ સુધીની ઘણી મોટી ઓફિસો પણ અહીં આવેલી છે, જેના કારણે અહીં મકાનોની કિંમતો આસમાને છે. મુંબઈમાં રિયલ એસ્ટેટની કિંમતો વિશે ઘણી વાર ચર્ચા થાય છે. આવી જ એક ચર્ચા અનિલ અંબાણીના નવા પાડોશી વિશે થઈ રહી છે.

દેશના એક અગ્રણી ઉદ્યોગપતિએ મુંબઈમાં 500 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. પૂનાવાલા એન્જીનીયરીંગ ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ યોહાન પૂનાવાલા અને તેમની પત્ની મિશેલ પૂનાવાલાએ દક્ષિણ મુંબઈના Cuffe Paradeમાં એક આલીશાન હવેલી ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે આ હવેલી 500 કરોડ રૂપિયામાં ખરીદી છે. રિપોર્ટ અનુસાર, આ હવેલી 30,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં આવેલી છે.

જો કે, કપલે આ પ્રોપર્ટી ખરીદવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ, મુંબઈમાં પ્રોપર્ટીની વધતી કિંમતોને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ડીલ 500 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે દક્ષિણ મુંબઈના Cuffe Parade વિસ્તારમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓનું ઘર છે.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનું પણ અહીં એક ઘર છે, જ્યાં તેઓ પહેલા તેમના પરિવાર સાથે રહેતા હતા. યોહાન પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના કઝિન છે. યોહાન પૂનાવાલા અને તેમની પત્ની મિશેલ પૂનાવાલા હાલમાં પૂનાના પૂનાવાલા હાઉસમાં રહે છે.

જણાવી દઈએ કે યોહાન પૂનાવાલાની પત્ની મિશેલ પૂનાવાલા MYP Design Studio નામનો ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સ્ટુડિયો ચલાવે છે. તે આ નવી હવેલીની ડિઝાઈનિંગનું કામ કરવાની છે. 52 વર્ષીય યોહાન પૂનાવાલા El-O-Matic India ના માલિક છે. આ સિવાય તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના શેરહોલ્ડર પણ છે. તેઓ પૂનાવાલા ફાઈનાન્શિયલના ચેરમેન પણ છે.

યોહાન પૂનાવાલાની ગણતરી ભારતના અમીરોમાં થાય છે, તેમને લક્ઝરી કારનો ઘણો શોખ છે. તેમની પાસે લક્ઝરી અને વિન્ટેજ કારનું મોટુ કલેેક્શન પણ છે. તેમની કારનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં જ તેમણે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયની રોયલ હાઉસહોલ્ડ કાર ખરીદી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!