શેખ હસીનાની લૂંટી સાડી, શાવર-ઝાડુ અને વોશ બેસિન સુધી બધુ લઇ ગયા…
બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ શેખ હસીનાએ તાત્કાલિક દેશ છોડી દીધો હતો. આ પછી પીએમ હાઉસના સુરક્ષાકર્મીઓ પણ અંડરગ્રાઉન્ડ થઇ ગયા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા અને પછી જે પણ હાથ લાગ્યુ તે લૂંટી ચાલ્યા ગયા. બદમાશોએ અહીં એક પણ વસ્તુ અકબંધ ન છોડી. બસ ચાલતુ તો જનતા ટાઈલ્સ પણ ઉખાડી લઇ જતી.
જો કે, કાર્પેટ ચોક્કસપણે તેમના હાથ લાગ્યા. છોકરાઓ તો ઠીક પરંતુ છોકરીઓ પણ લૂંટમાં પાછળ નથી રહી, તેમનું સંપૂર્ણ ધ્યાન શેખ હસીનાના મેક-અપ, જ્વેલરી અને સાડીઓ પર હતું. પીએમ હાઉસની બહાર એક છોકરી શેખ હસીનાની સાડી સાથે પોઝ આપતી જોવા મળી હતી. અહીં ઘણી મહિલાઓ ગોદડાં અને રસોડાનો અન્ય સામાન પણ લઈને જતી જોવા મળી હતી.
ઘણા લોકોએ આ લૂંટનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો વડાપ્રધાન ગૃહની અંદરથી સામાન લઈને જતા જોવા મળે છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે જેમાં લોકો પીએમ હાઉસની અંદરથી સામાન લઈને જતા જોવા મળે છે. જેમાં પાણીની ટાંકીને પણ રોડ પર ઘસેડી લઇ જતી જોવા મળે છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પીએમ હાઉસમાંથી લૂંટફાટ અને હિંસાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આંદોલનકારીઓ કઈ રીતે કાયદો અને વ્યવસ્થાનો વિનાશ કરી રહ્યા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
View this post on Instagram